વલસાડ: માજી સૈનિક સેવા ફાઉન્ડેશન વલસાડ દ્વારા કપરાડા તાલુકાના માંડવા વડ દેવી ખાતે આવેલા ખુલ્લા મેદાન ઉપર5 ઓક્ટોબરના રોજથી દેશની સેવા કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે તેમજ મિલેટ્રી આર્મી નેવી એરફોર્સ જેવી જગ્યાઓ ઉપર નોકરી મેળવી પોતાની કારકિર્દી મેળવવા ઇચ્છતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા નિશુલ્ક શારીરિક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એક મહિના સુધી આપવામાં આવતી આ ટ્રેનિંગમાં ભાગ લેનારા તમામ યુવક-યુવતીઓને આર્મીમાં જોડાવા સમયે આપવામાં આવતી તમામ ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે બી.એન.જોશી તેમજ ભરૂચના કલેકટર પ્રિતેશ પટેલ, ડૉ. રમણભાઈ તેમજ હસમુખભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓએ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલા કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં આ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી. તેમજ આગામી દિવસોમાં પણ આ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે સહયોગ આપવાનો નિર્ણય પણ કર્યો હતો.
કપરાડા જેવા વિસ્તારમાં યુવક યુવતીઓ માટે નિઃશુલ્ક પ્રિમિલિટ્રી પ્રશિક્ષણનો પ્રારંભ - Valsad news
માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન આર્મી અને એરફોર્સની રેલવે ફોર્સ જેવી અનેક ભારતીય સેવામાં નોકરી લઈ કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક પ્રિમિલેટ્રી ટ્રેનિંગનો પ્રારંભ કપરાડા તાલુકાના માંડવા વનદેવી ખાતે 5 ઓક્ટોમ્બરના રોજ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 439 જેટલા વિદ્યાર્થીઓ આ શારીરિક ટ્રેનિંગ મેળવી રહ્યા છે. ત્યારે માંડવા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા અનેક યુવક-યુવતીઓ આર્મી એરફોર્સ જેવી સંસ્થાઓમાં નોકરી મેળવવા માટે કોઈ યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી. ત્યારે આવા સમયમાં તેઓને ઉપયોગમાં આવતી એવી જરૂરિયાત મંદ શારીરિક પ્રશિક્ષણ આપીને માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા યુવક યુવતીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. જેથી કરીને જ્યારે પણ તેઓ દેશ સેવામાં જવા ઈચ્છે ત્યારે તેઓ ફિઝિકલ ટ્રેનિંગમાં સંપૂર્ણપણે પાસ થઈ જાય. હાલમાં ધરમપુર અને કપરાડા વિસ્તારના મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ આ પ્રશિક્ષણ ટ્રેનિંગમાં જોડાઇ પ્રશિક્ષણ લઇ રહ્યા છે.