આજે ઉદવાડા ખાતે પારસીઓના ધર્મસ્થાન ઉદવાડામાં ઈરાન સા મહોત્સવ 2019નું આજે સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં વડા દસ્તુરજીએ સૌને આવકાર્યા હતા. ત્યારબાદ મુખ્યપ્રધાને જનસંબોધન કરતા કાર્યક્રમના સમાપન સમારોહમાં જણાવ્યું કે, પારસીઓનું મેડમ કામાથી લઈને છેક રતન ટાટા સુધી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન છે. તેમનું આ યોગદાન દેશ ક્યારે ભૂલી નહિ શકે.
ઈરાનના પર્શિયાથી આવેલા પારસીઓએ આજે પણ તેમનું રજત્વ, સત્વ અને પ્રમાણિકતા જાળવી રાખી છે. તે એક શાંતિ પ્રિય કોમ છે જે દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે. પારસી ઇઝ નેમ ઇઝ ચેરિટી માઈક્રો માઈનોરિટીમાં આવવા છતાં આ કોમે ક્યારે સરકાર પાસે કોઈ ડિમાન્ડ કરી નથી કે ક્યારે ધર્મ પરિવર્તન પણ કરાવ્યું નથી. તે પોતાની કોમની રક્ષા માટે સતત અગ્રેસર છે.