વાપીમાં સમસ્ત હિન્દૂ સનાતન ધર્મ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આજે રામ નવમીની ભવ્ય ઉજવણીનું આયોજન હાથ ધરાયુ છે. રામ નવમી દરમિયાન સમગ્ર વાપીમાં રામલલ્લાની શોભાયાત્રા નીકળશે. વાપીમાં સવારે 11 વાગ્યે ડુંગર કોલોનીથી ગુંજનના અંબામાતા મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે માટે વિશેષ રથમાં રામ લક્ષ્મણ અને સીતાજીની પ્રતિમા સ્થાપિત કરી જય શ્રી રામના નાદ સાથે સંતો મહંતોના હસ્તે પ્રસ્થાન કરાવશે.
વાપીમાં આજે રામનવમીની ઉજવણી કરાઇ - gujarati news
વાપી: વાપીમાં આજે રામ જન્મોત્સવ નિમિત્તે સમગ્ર શહેરના મુખ્ય માર્ગોમાં કેસરી ધજા અને રામ હનુમાનના પોસ્ટર લગાવ્યા હતા. રામ ભક્તોએ વાપીમાં ગાંધીજીની પ્રતિમા ફરતે પોસ્ટર લગાવી ગાંધીજીની લાઠી પર પણ કેસરી ધજા લગાવી હતી.
સ્પોટ ફોટો
આ શોભાયાત્રામાં વાપી શહેર ઉપરાંત વાપી, પારડી, દમણ અને સેલવાસના રામભક્તો મોટી સંખ્યામાં જોડાશે અને ત્યારબાદ અંબામાતા મંદિર ખાતે આ શોભાયાત્રા પુર્ણાહુતી પામશે.
રામ નવમીના પાવન અવસરને વધાવવા શહેરના મુખ્ય માર્ગ, સર્કલને ધજા પતાકા અને બેનરથી શણગારવામાં આવ્યા છે. જેમાં સર્કિટ હાઉસ ખાતે આવેલ ગાંધી સર્કલ પર રામભક્તોએ ગાંધીજીની લાકડીમાં પણ કેસરી ધજા લગાવી ગાંધીજીને રામ જન્મોત્સવમાં સહભાગી બનાવ્યા છે.