ગુજરાત

gujarat

ETV Bharat / state

પારસીઓએ ઉદવાડા ઇરાનશાહ ખાતે દર્શન કરીને નવા વર્ષને વધાવ્યું

વલસાડઃ 1300 વર્ષ પૂર્વે પોતાની સાથે પવિત્ર અગ્નિ આતશ લઈને આવેલા પારસીઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા હતા. તેમની મીઠી બોલી અને કાલુ ઘેલું ગુજરાતી સાંભળવું કોને ના ગમે? આજે પારસીઓ પોતાનું નવા વર્ષ પતેતીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે, હેરિટેજ શહેર તરીકે ખ્યાતિ પામેલા અને જ્યાં પારસીઓનો પવિત્ર અગ્નિ રાખવામાં આવ્યો છે તેવા ઉદવાડા ખાતે પણ આજે સુરત, મુંબઇ તેમજ અનેક વિસ્તારોમાંથી લોકો ઇરાનશાહ ખાતે પહોંચ્યા હતા અને પારસી સમુદાયના લોકોએ એક બીજાને નવરોજ મુબારક કહી શુભેચ્છા પાઠવી હતી.

parsies-new-yeaR

By

Published : Aug 17, 2019, 9:24 PM IST

1300 વર્ષ પહેલાં આરબથી પોતાના ધર્મ બચાવવા દરિયાઈ માર્ગે વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતરેલા પારસી સમુદાયને તે સમયના રાજા જાદિરાણાએ ભારતમાં રહેવા માટે પરવાનગી આપી હતી. તે સમયે સમગ્ર પારસી સમાજે જે વચન આપ્યું હતું કે તેઓ દૂધમાં સાકરની જેમ ભળી જશે, આજે પણ આ વચન તેઓ ભૂલ્યા નથી. તેઓ આજે પોતાનું નવું વર્ષ ઉજવી રહ્યાં છે.

પારસીઓએ ઉદવાડા ઇરાનશાહ ખાતે દર્શન કરીને નવા વર્ષને વધાવ્યું

ઉદવાડા ગામ ખાતે આવેલા તેમના પાક ઇરાનશાહમાં મુંબઈ, સુરત સહિત અનેક સ્થળેથી લોકો પહોંચ્યાં હતાં. પોતાના પરંપરાગત પોશાકમાં કસતી, લેંઘો, ઝભ્ભો માથે ટોપી પહેરી અનેક પારસી સમુદાયના લોકો ઇરાનશાહમાં પ્રવેશ્યા હતા અને એક બીજાને હેપ્પી ન્યુ યર કહેતા નજરે ચડ્યા હતાં.

આ પ્રસંગે પવિત્ર ઇરાનશાહ ઉદવાડાના વડા દસ્તુરજીએ વિશ્વમાં વસવાટ કરતા તમામ પારસી સમાજના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ જાતિવાદ કોમવાદ ભૂલીને ભારતીય નાગરિક બની આગળ આવવા માટે અપીલ કરી હતી. જેથી દેશને અને કોમને આગળ લઇ આવી શકાય. આગામી ડિસેમ્બર તારીખ 27, 28, 29ના રોજ ઇરાનશાહ ઉદવાડા 2019 મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. જે સતત ત્રીજા વર્ષે થશે.

ઉદવાડામાં આવેલ પવિત્ર આતશ બહેરામના ટેમ્પલનું મકાન 130 વર્ષ જૂનું હોય જર્જરિત બન્યું હતું. જેને પણ ફરી નવપલ્લીત કરવામાં આવ્યું છે. જે વર્ષો પહેલા હતું તે જ રંગ રૂપમાં તે બનાવવામાં આવ્યું છે. જે આગામી ઓક્ટોબરમાં ખુલ્લુ મુકવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details