ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુર કાપરડામાં વાવાઝોડાના અસરગ્રસ્તોની રોકડ સહાય બેન્ક ખાતામાં જમા કરાઇ - TAUKTE CYCLONE

વલસાડમાં આવેલા વાવાઝોડામાં સૌથી વધુ નુક્સાન ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં થયું છે. જેમાં કપરાડાના 44 ગામોમાં 118 મિલકતોને અસર પહોંચી છે, જ્યારે તારાપુરમાં 105 ગામોમાં 129 ઘરોને નુક્સાન થયું છે. જેમાં ધરમપુરમાં 3,44,100 રૂપિયા જ્યારે કપરાડામાં 1,60,400 રૂપિયા જેટલી રકમ ભોગ બનેલા ઘર માલિકોના બેન્ક ખાતામાં જમા કરાઇ છે.

ધરમપુર કાપરડામાં વાવાઝોડાના અસરગ્રસ્તોની રોકડ સહાય બેન્ક ખાતામાં જમા કરાઇ
ધરમપુર કાપરડામાં વાવાઝોડાના અસરગ્રસ્તોની રોકડ સહાય બેન્ક ખાતામાં જમા કરાઇ

By

Published : May 22, 2021, 11:59 AM IST

  • વાવાઝોડામાં થયેલા નુક્સાનનો અંદાજ કાઢવા બે દિવસ સર્વે કરાયો હતો
  • કપરાડા તાલુકાના 44 ગામોમાં 118 મિલકતોને નુક્સાન પોહચ્યું
  • ધરમપુર તાલુકાના 105 ગામોમાં 129 ઘરોને નુક્સાન થયું છે
  • 15 ટકા કરતા વધુ નુક્સાની ધરાવતા અસરગ્રસ્તોના બેન્ક એકાઉન્ટમાં સહાય ચૂકવવામાં આવી

વલસાડઃ દક્ષિણ ગુજરાતના અરબી સમુદ્રમાંથી પસાર થયેલા વાવાઝોડામાં પવન સાથે ફૂંકાયેલા વરસાદને કારણે અનેક વિસ્તારમાં વિનાશ સર્જ્યો છે. જેના કારણે ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારના પહાડી ક્ષેત્રમાં રહેતા અનેક ગામોમાં નુક્સાન પહોંચ્યું છે.

ધરમપુર કાપરડાના અસરગ્રસ્તોની રોકડ સહાય બેન્ક એકાઉન્ટમાં ચૂકવાઈ

આ પણ વાંચોઃખેડા જિલ્લામાં વાવાઝોડાના અસરગ્રસ્તોને આર્થિક સહાય આપવા મુખ્ય દંડકની રજૂઆત

આ રકમ અસરગ્રસ્તોના બેંક ખાતામાં જમા કરાઇ રહી છે

કપરાડા તાલુકાના 44 ગામોમાં 118 જેટલી મિલકતને નુક્સાન પહોંચ્યું છે. જ્યારે ધરમપુર તાલુકાના 105 ગામોમાં 129 ઘરોને નુક્સાન પહોંચ્યું છે, જે અંગે છેલ્લા બે દિવસ સર્વે કર્યા બાદ જે પણ માલિકોને 15ટકાથી વધુ નુક્સાની થઈ હોય તેવા અસરગ્રસ્તોને સરકાર દ્વારા આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે અને આ રકમ અસરગ્રસ્તોના બેંક ખાતામાં જમા કરાઇ રહી છે.

ધરમપુર કાપરડાના અસરગ્રસ્તોની રોકડ સહાય બેન્ક એકાઉન્ટમાં ચૂકવાઈ

15 ટકા કરતા વધુ નુક્સાન ધરાવતા અસરગ્રસ્તને 2500થી 3500 સુધીની સહાય

ધરમપુર અને કપરાડાના ગામોમાં વાવાઝોડાને લઈને થયેલી અસરમાં અનેક કાચા-પાકા મકાનોને નુક્સાન થયું છે. જો કે, આ અંગે તલાટી અને સરપંચ દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ 15ટકા કરતાં વધુ નુક્સાન થયેલા અસરગ્રસ્તોને તેમના નુક્સાનના અંદાજ અનુસાર સરકારની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 3200 રૂપિયાથી લઈને સાડા 5200 રૂપિયા સુધી નુક્સાનીનું વળતર આપવામાં આવે છે.

ધરમપુર કાપરડાના અસરગ્રસ્તોની રોકડ સહાય બેન્ક એકાઉન્ટમાં ચૂકવાઈ

કપરાડા તાલુકામાં 118 મિલકતદારો પૈકી મંજૂર થયેલા 32 મિલકતદારોને કુલ 1,60,400 ની રકમ ચૂકવાઈ

કપરાડાના વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર, કપરાડામાં 44 જેટલા ગામોને વાવાઝોડાની અસર પહોંચી હતી. જે પૈકી સર્વે બાદ કુલ 118 જેટલા ઘરોને નુક્સાન થયું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં સૌથી વધુ નુક્સાન 32 જેટલા ઘરોને થયું છે. જે પૈકી આ 32 ઘરોના માલિકોને સહાયની રકમનું ચુકવણું કરવામાં આવ્યું હતું. કપરાડામાં અંદાજિત 1,60,400ની રકમનું ચુકવણું કરાયું છે.

ધરમપુર કાપરડાના અસરગ્રસ્તોની રોકડ સહાય બેન્ક એકાઉન્ટમાં ચૂકવાઈ

ધરમપુર તાલુકાના 105 ગામોમાં 91 લાભાર્થીને 3,44,100ની રકમ ચૂકવાઈ

વાવાઝોડાના કારણે ધરમપુર તાલુકામાં પિંડવળ વિસ્તારમાં આવેલા કેટલાક ઘરોને નુક્સાન પહોંચ્યું હતું. તાલુકામાં 105 ગામોમાં નુક્સાન થયું હતું. જે પૈકી કુલ 129 ઘરોને નુક્સાન થયું હતું. જેમાં 15ટકાથી વધુ નુક્સાન ધરાવતા 91લાભાર્થીઓને સર્વે બાદ સરકારની ગ્રાન્ટમાંથી કુલ 3,44,100 જેટલી રકમનું ચુકવણું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃમાળિયા તાલુકાના કાત્રાસા ગામમાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું વળતર આપવા ગ્રામજનોની માગ

રકમની ચુકવણી અસરગ્રસ્તોના બેંક એકાઉન્ટમાં કરવામાં આવી રહી છે

નોંધનીય છે કે, વાવાઝોડાના નુક્સાનના પગલે અનેક ગામોમાં સર્વે બાદ આ રકમની ચુકવણી અસરગ્રસ્તોના બેંક એકાઉન્ટમાં કરવામાં આવી રહી છે. આ સર્વે ગામના તલાટી અને સરપંચ સાથે રહીને કરી રહ્યા છે. જેથી ગામના અસરગ્રસ્તોને સરકારની સહાય મળી શકે અને આવા આપદાના સમયમાં તેઓને આર્થિક રાહત મળી રહે.

ABOUT THE AUTHOR

...view details