- વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અલ્કા શાહ દ્વારા ભાજપ તરફથી ઉમેદવારી કરાઈ
- જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે મનહર પટેલ દ્વારા ઉમેદવારી કરાઈ
- વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેએ ઉમેદવારી નોંધાવી
- જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો પૈકી 32 બેઠકો ઉપર ભાજપે કબ્જો કર્યો
વલસાડ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ જિલ્લા પંચાયતની 37 જેટલી બેઠકો પૈકી 32 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજેતા રહ્યાં છે. એટલે કે જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીની મળી છે. આમ આજે શુક્રવારે જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની દાવેદારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં ઉમરગામથી ચૂંટાઇને આવેલા અલ્કા શાહ અને ઉપપ્રમુખ તરીકે મનહર પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પોતાની ઉમેદવારી નોંધાવી છે.
આ પણ વાંચો :જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના શાંતાબેન ખટારીયાની બિનહરીફ વરણી
બન્ને ઉમેદવારની આવતીકાલે શનિવારે તાજપોશી કરાશે
જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ઉમરગામથી ચૂંટાઇને આવેલા અલ્કા શાહ, જ્યારે વલસાડ તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી ચૂંટાઇને આવેલા મનહર પટેલ ઉપપ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટીએ બંને ઉમેદવારો પાસે ઉમેદવારી કરાવી છે એટલે કે આવતીકાલે શનિવારે આ બંને ઉમેદવારોની વિધિવત રીતે તાજપોશી કરવામાં આવશે.