કપરાડા તાલુકાના અંભેટી ગામે પટેલ ફળિયાથી અંબાચ ખરેડીને જોડતાં મુખ્ય માર્ગ ઉપર બે માસ પૂર્વે જ રાજ કન્સ્ટ્રક્શન નામની કંપનીએ એક નાળું બનાવ્યું હતું. દરમિયાન સ્થાનિકોએ ખડકી ઉપર બનાવવામાં આવેલા નાળાને લઈને કોન્ટ્રાક્ટને સપોર્ટ દિવાલ લાંબી બનાવવા સૂચન કર્યું હતુ. પરંતુ કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી આ દીવાલ સાવ ટૂંકી રાખી હતી અને નાળાની બંને તરફ માટીના ઢગલા ખડકી દીધા હતા. જે બાદ આ નાળુ લોકોના આવન-જાવન માટે શરૂ થઈ ગયું હતું.
છેલ્લા બે દિવસથી પડેલા ધોધમાર વરસાદને કારણે અહીં પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા વરસાદી પાણી ઉપરના ભાગે વહી રહ્યું હતુ. જેથઈ બંને તરફ જે માટી પૂરવામાં આવી હતી એ તમામ વરસાદી પાણીમાં ધોવાઇ ગઇ હતી. જેના કારણે નવા બનેલા નાળાની બંને તરફ 20 ફૂટ જેટલા ખાડા પડી ગયા હતા.
કપરાડાના અંભેટી ગામમાં નવનિર્મિત નાળુ ધોવાઈ ગયુ, રસ્તો બંધ આ મુખ્યમાર્ગ પર આવન-જાવન માટે સદંતર બંધ થઈ ગયો હતો. આ રોડ બંધ થઇ જતાની સાથે અહીંથી વાપી તરફ રોજિંદા કામ માટે જતા અનેક લોકોને 10 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે. વધુ વરસાદને કારણે બનેલી આ ઘટનાને લઈને હાલ તો આ માર્ગ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે મુખ્ય માર્ગ બંધ થઇ જવા છતાં અહીં આગળ કપરાડા તાલુકામાંથી એક પણ અધિકારી સ્થળ નિરીક્ષણ કરવા સુધા આવ્યા નથી.
ETV ભારતની ટીમે અંભેટી ગામની મુલાકાત લીધી હતી. જ્યાં લોકોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે અહીં કામ કરનારા કોન્ટ્રાક્ટરે યોગ્ય માલ અને મટિરિયલ્સનો ઉપયોગ ન કર્યો હોવાથી પ્રથમ વરસાદે જ તેની કામગીરી જેવી હતી તે બહાર આવી ગઈ છે. સરકારી નાણાંનો લોકોના હિત માટે કરવો જોઈએ. પરંતુ અહીં તો કોન્ટેક્ટ કરે પોતાના હિત માટે કર્યો હોય એવું જણાઈ આવે છે. અહીં બનાવાયેલા નાળાની ગુણવત્તા યોગ્ય ન હોવાથી તે તૂટી ગયુ છે. જેથી નાળાનું સમારકામ કરી યોગ્ય રીતે બનાવવામાં આવવું જોઈએ. જેથી લોકો તેનો ઉપયોગ કરી શકે.