વલસાડ : શહેરમાં આવેલી રેડક્રોસ સંચાલિત બ્લડ બેન્કમાં હાલમાં કોરોના અને લોકડાઉનને પગલે બ્લડની અછત વર્તાઈ રહી છે. દેશમાં લોકડાઉન છે તેવા સમયમાં પણ રોજિંદા 50થી 60 જેટલા યૂનિટ બ્લડની માગ ઊભી થાય છે. જો કે આ માગને પહોંચી વળવા માટે સમયાંતરે અનેક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો અને અગ્રણીઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાઇ રહ્યું છે. જેને લઇને આ માગને સરભર કરવામાં આવી રહી છે. જેે અનુલક્ષી આજે ગુરુવારે વલસાડ નજીક આવેલા ગુંદલાવ ગામે ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.
વલસાડની ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું - Blood donation camp
કોરોનાને કારણે ચાલી રહેલી લોકડાઉન જેવી સ્થિતિમાં અનેક હોસ્પિટલમાં દર્દીઓને બ્લડની જરૂર પડે છે. આ સ્થિતિમાં હાલમાં લોકોને બ્લડ મેળવવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે. તેવા સમયમાં વલસાડ જિલ્લા ખાતે આવેલી બ્લડ બેંકમાં પણ રક્તની અછતને પહોંચી વળવા માટે અનેક જગ્યાઓ ઉપર રક્તદાનનું આયોજન કરાઇ રહ્યું છે. તેને અનુલક્ષીને આજે ગુરુવારે વલસાડ જિલ્લાના નજીકમાં આવેલા ગુંદલાવ ગામે ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તે માટે વલસાડ બ્લડ બેંકની એક વિશેષ વાન સ્થળ ઉપર પહોંચી અને લોકોનું રક્ત એકત્ર કર્યું હતું.
આ તકે ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં દરરોજના લોકોને બ્લડની ઊભી થતી જરૂરિયાતને પહોંચી વળવા માટે બ્લડ બેન્ક કાર્યરત છે, પરંતુ હાલમાં લોકડાઉન જેવી સ્થિતિમાં પણ બ્લડની અછત સર્જાઇ રહી છે. જેને પહોંચી વળવા માટે આજે ગુરુવારે ગ્રામ પંચાયત દ્વારા વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું છે. તેમજ ગામના લોકો દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું છે. રક્તદાન કરનાર તમામ લોકોને ગ્રામ પંચાયત તરફથી વિશેષ ભેટ પણ આપવામાં આવી છે જેથી તેઓને પ્રોત્સાહન મળી શકે.
આજે ગુરુવારે ગુંદલાવ ગ્રામ પંચાયત દ્વારા પણ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બ્લડ બેંકની એસી વાન દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખીને બ્લડ લેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં લગભગ ૫૧ જેટલા યૂનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે. વધુમાં તેેઓએ કહ્યું કે, રક્તદાનએ મહાદાન છે અને તે માત્ર મનુષ્ય જ મનુષ્યનો જીવ બચાવવા માટે રક્તદાન કરી બચાવી શકે છે. તેથી દરેક લોકોએ માનવતાને લઇ રક્તદાન કરવું જોઈએ.