ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં તમામ 44 બેઠક પર જીતવાનો ભાજપનો સંકલ્પ, કોંગ્રેસ અને AAP પણ મેદાનમાં - ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ

વલસાડ જિલ્લામાં 28મી નવેમ્બરે વાપી નગરપાલિકાની ચૂંટણી (Vapi Municipality Election) છે. તો 13 નવેમ્બરે ચૂંટણી માટેના ઉમેદવારોને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આ દિવસે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress), આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષ ઉમેદવારોએ વાપી મામલતદાર ઓફિસમાં (Vapi Mamlatdar Office) પ્રાન્ત અધિકારી સમક્ષ પોતાના ફોર્મ ભર્યા હતા. આ પ્રસંગે ભાજપે તમામ 44 સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો કોંગ્રેસે આ વખતે લોકો કોંગ્રેસને જંગી બહુમતથી વિજય બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં તમામ 44 બેઠક પર જીતવાનો ભાજપનો સંકલ્પ, કોંગ્રેસ અને AAP પણ મેદાનમાં
વાપી નગરપાલિકાની ચૂંટણીમાં તમામ 44 બેઠક પર જીતવાનો ભાજપનો સંકલ્પ, કોંગ્રેસ અને AAP પણ મેદાનમાં

By

Published : Nov 15, 2021, 3:14 PM IST

  • વાપી નગરપાલિકા ચૂંટણીની (Vapi Municipality) ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
  • ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવારોએ ફોર્મ ભર્યા
  • કોંગ્રેસના ખંડું પટેલે 4થી વાર ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું
  • નગરપાલિકામાં જામશે ત્રિપાંખિયો જંગ

વાપીઃ વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકામાં (Vapi Municipality) આગામી 28મી નવેમ્બરે મતદાન થવાનું છે. વાપી નગરપાલિકાની (Vapi Municipality) આ ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. વાપી મામલતદાર કચેરીએ પ્રાંત અધિકારી અને મામલતદાર સમક્ષ તમામ 11 વોર્ડના 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ભાજપશાસિત વાપી નગરપાલિકામાં (Vapi Municipality) ગત ટર્મમાં 11 વોર્ડના 44 સભ્યોમાંથી ભાજપના 41 અને કોંગ્રેસના માત્ર 3 ઉમેદવારો વિજયી થયા હતા. આ વખતે વાપી નગરપાલિકામાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે.

આ પણ વાંચો-બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેંક બનાસબેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી

કોંગ્રેસ પણ તમામ બેઠક પર ચૂંટણી લડી રહી છે

આ પ્રસંગે કોંગ્રેસ તરફથી સતત 4થી વાર ચૂંટણી લડી રહેલા વોર્ડ નંબર- 6ના ઉમેદવાર ખંડુ પટેલે (Ward No. 6 candidate Khandu Patel) જણાવ્યું હતું કે, કોંગ્રેસ તમામ 44 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ગત ટર્મમાં કોંગ્રેસને માત્ર 3 જ બેઠક મળી હતી, પરંતુ આ વખતે વાપી નગરપાલિકા (Vapi Municipality) વિસ્તારમાં મોંઘવારી (Inflation), બેરોજગારી (UnemploymentUnemployment)ને લઈને પ્રજા નારાજ છે. ભાજપશાસિત નગરપાલિકામાં (BJP-ruled municipality) કોઈ જ સારા કામ ભાજપ સરકારે (BJP Government) કર્યા નથી એટલે આ વખતે કોંગ્રેસ (Congress) જંગી બહુમતથી વિજય મેળવશે.

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં તમામ 44 બેઠક પર જીતવાનો ભાજપનો સંકલ્પ

ભાજપે નવા ચહેરાને ટિકીટ આપી

ભાજપ તરફથી પણ તમામ 44 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે, જે અંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ (Valsad district BJP president Hemant Kansara) જણાવ્યું હતું કે, આ વખતે ભાજપના મોટા ભાગના ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ તેઓ સક્રિય કાર્યકર છે. ટિકીટ બાબતે કોઈ નારાજગી નથી.

તમામ 44 બેઠક જીતવાનો ભાજપનો સંકલ્પ

ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે ઉમેદવારી માટે 196 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે પ્રદેશ કાર્યાલયમાં રજૂઆત કરી ફોર્મ ભર્યા હતા, જેમાંથી 44 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. 5 જેટલા કાર્યકરો સંગઠનમાં હોદ્દેદાર છે. જેઓના પરિવારમાંથી ટિકીટ આપવામાં આવતા તેમના રાજીનામા લેવામાં આવ્યાં છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના (BJP state president c. R. Patil) 182 વિધાનસભા સીટ જીતવાના સંકલ્પ સાથે વલસાડ ભાજપે વાપી નગરપાલિકાની તમામ 44 સીટ જીતવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે.

કોંગ્રેસના ખંડું પટેલે 4થી વાર ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું

આ પણ વાંચો-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ સભ્યની ચૂંટણીમાં 'આપ' ઝંપલાવશે, ઇસુદાન ગઢવીએ કરી જાહેરાત

ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા

ઉલ્લેખનીય છે કે, ભાજપ-કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીએ પણ વાપી નગરપાલિકાના (Vapi Municipality) 11 વોર્ડના 44 સભ્યો ઉભા રાખવાની જાહેરાત કરી આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ત્રિપાંખિયો જંગ હોવા છતાં ભાજપે 60 વર્ષથી વધુ ઉંમરના, સતત 3 ટર્મ વિજેતા, વોર્ડ બહારના ઉમેદવારો કે અન્ય સંગઠનમાં હોદ્દા પર હોય તેમના પરિવારના સભ્યને ટિકીટ આપવાનું ટાળી 44 સભ્યોમાંથી 31 નવા સભ્યોને ટિકીટ ફાળવી છે. 13 જેટલા ઉમેદવારોને રિપીટ ટિકીટ ફાળવી છે. વાપી મામલતદાર કચેરી (Vapi Mamlatdar office) ખાતે આ તમામ પક્ષના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા હતા. જોકે, આ સમયે માસ્ક ફરજિયાત કર્યા બાદ પણ કોરોના ગાઈડલાઈનના (Corona Guidelines) ધજાગરા ઉડ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details