- કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે વિજય સંકલ્પ સંમેલન
- હાર્દિક પટેલ દ્વારા એક વિશેષ ચૂંટણી પ્રચાર સભાનું આયોજન
- ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે
વલસાડ : આગામી તારીખ 3 નવેમ્બરના રોજ આવી રહેલી 8 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે કપરાડા વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ થઇ ચૂક્યા છે. બુધવારે કપરાડાના સુથારપાડા ખાતે સ્ટાર પ્રચારક એવા હાર્દિક પટેલ દ્વારા એક વિશેષ ચૂંટણી પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા
આ જાહેર સભામાં હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે જણાવ્યું કે, જળ જંગલ અને જમીન બચાવનારા આદિવાસીને ભારતીય જનતા પાર્ટીએ ખતમ કરવાનું શરૂ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આદિવાસીઓની જમીન પડાવીને અદાણી અને અંબાણીને આપવાનો કારસો શરૂ કર્યો છે.
ભાજપ સરકાર દલિત અને આદિવાસી વિરોધી
કપરાડા તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા સુથારપાડા ગામ ખાતે બુધવારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જંગી મેદની વચ્ચે હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં આદિવાસી અને દલિતો સમાજને ખતમ કરવાનું કાર્ય કર્યું છે. અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી સમાજ સાથે ખૂબ જ અન્યાય કર્યો છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા આદિવાસીઓની સાથે રહી છે અને આદિવાસીઓના હિતમાં કામ કરે છે.
ભાજપ સરકાર આદિવાસી અને દલિત સમાજને ખતમ કરવાનું કાર્ય કરી રહી છે : હાર્દિક પટેલ એક પણ યુવાનોને રોજગારી મળી નથી
હાર્દિક પટેલે વધુંમાં જણાવ્યું કે, ભારતનો પહેલો નાગરિક હોય તો તે આદિવાસી છે. જળ, જંગલ અને જમીન બચાવવાનું કાર્ય કરનારી એક માત્ર પાર્ટી એટલે કોંગ્રેસ છે. ભારતીય જનતા પાર્ટી જળ, જંગલ અને જમીનને આદિવાસીઓ પાસેથી છીનવીને અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓને આપવાનો કારસો શરૂ કર્યો છે. જેથી આવા લોકોને આદિવાસી સમાજે દૂરથી સલામ કરવા જોઈએ. અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ રોજગાર આપવાની વાત કરી હતી, પરંતુ છેવાડાના આદિવાસી સમાજનો એક પણ યુવાનોને રોજગારી મળી નથી. અનેક યુવાનો આજે પણ બેરોજગાર કરી રહ્યા છે.
મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા
મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં બુધવારે ડૉક્ટર તુષાર ચૌધરી, દાહોદના મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, પેટા ચૂંટણી વિધાનસભાના ઉમેદવાર બાબુભાઈ વરઠા, AICC સભ્ય ગૌરાંગ પંડ્યા સહિત અનેક કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.