વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રવિવારે વલસાડ જિલ્લા પોલીસવડાની સૂચના અનુસાર ભિલાડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. આર. ભાદરકા અને તેમનો સ્ટાફ પ્રોહીબીશનના ગુના શોધવ માટે પેટ્રોલીંગમાં ગયા હતાા. આ દરમિયાન બાતમીના આધારે ઉમરગામ તાલુકાના ઝારોલી ગામ નજીક એક ટ્રક નમ્બર MH-15-CK-7179ને રોકી તેના ચાલક વિભૂતિરંજન સિન્હા પૂછપરછ કરી ટ્રકમાં તપાસ હાથ ધરી હતી. જેમાંથી પોલીસને વ્હિસ્કી-બિયરના 947 બોક્સ મળી આવ્યા હતાં.
31st પહેલા ભીલાડ પોલીસે કરી ઉજવણી, 35 લાખના દારૂ સાથે હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ભિલાડ: 31st ડિસેમ્બરને હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે. ત્યારે, દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર ઠાલવવામાં આવતા દારૂ પર રોક લગાવવા વલસાડ પોલીસે વિવિધ સ્થળોએ ચેકીંગ શરૂ કર્યું છે. જે અંતર્ગત ભિલાડ પોલીસે ઉમરગામ તાલુકામાંથી એક ટ્રકમાં ભરેલો 35,84,000 હજારના દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી કુલ 46,94,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
35,84,000ના દારૂ સાથે કુલ 46,94000નો મુદ્દામાલ જપ્ત
પોલીસે 35,84,000 કિંમતના દારૂની 33,616 બોટલઓ અને 10 લાખનો ટ્રક તેમજ પાયલોટિંગ કરી રહેલા 1 લાખના બે મોટર સાયકલ સાથે એક આરોપીની ધરપકડ કરી કુલ 46,96,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.