વલસાડ : જિલ્લા પોલીસ દ્વારા દારૂને લઈ તવાઈ હાથ ધરી છે. ત્યારે સરહદી ઉમરગામ ભીલાડ પોલીસ મથકની ચેકપોસ્ટ ઉપર તહેનાત પોલીસ ટીમે દમણ તરફથી આવી રહેલી ઓડી કારની તપાસ હાથ ધરી હતી. કારની તપાસ કરતાં કારમાંથી 8 જેટલી મોંઘી બ્રાન્ડના દારૂની બોટલો મળી આવી હતી.
ભીલાડ પોલીસે દારૂના મુદ્દામાલ સાથે ફિલ્મ જગત સાથે સંકળાયેલા દંપતીની ધરપકડ કરી
ભીલાડ પોલીસની ટીમે દમણ તરફથી આવતી કારને અટકાવી તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો. પોલીસે 15 લાખની ઓડી કાર અને 8 બોટલ દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલું દંપતી મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ગુજરાતી સમાચાર
પોલીસે દારૂની બોટલો કબજે કરી કારમા સવાર દંપતીની પૂછપરછ કરી હતી. જેમાં કાર ચાલકે પોતાનું નામ વિક્રમ વાસુદેવ રજાની તથા મહિલાનું નામ પૂજા વિક્રમ વાસુદેવ રજાની હોવાનું જણાવ્યું હતું. જેઓ મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.
પોલીસે કિં. રૂ 25,800 દારૂ તથા ઓડી કારની કિંમત રૂ. 15 લાખ મળી કુલ 15,25,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બન્ને પતિ-પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.