વલસાડ શહેરની મધ્યમાં આવેલી પોસ્ટ કચેરી ખાતે છેલ્લા બે દિવસથી રજીસ્ટર એ ડી કરવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો જેને પગલે પોસ્ટ વિભાગે ત્રણ બારી ખોલવાની ફરજ પડી પરંતુ ખરેખર આટલી ભીડ કેમ છે તે અંગે માહિતી મેળવવા પોસ્ટ વિભાગના કર્મચારીએ તપાસ કરતા હકીકત જાણવા મળી કે લોકો બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત સરકાર દ્વારા 2 લાખ રૂપિયા 8 વર્ષથી 21 વર્ષ સુધીની દીકરીને સહાય મળશે એવા ફોર્મ સરપંચના સહી સિક્કા સાથે ભરી જે માહિલા અને બાળ વિકાસ વિભાગ દિલ્હી ખાતે રજીસ્ટર એ ડી કરવા ઉમટી પડ્યા હતા. જોકે સમગ્ર બાબતે જ્યારે મહિલા બાળ વિકાસ અધિકારી શૈલેષ કંઝરીયાએ પોસ્ટમાં આવી જે ફોર્મ જોયા બાદ જણાવ્યું કે આવી કોઈ યોજના સરકારમાં છે જ નહીં આ ફોર્મ તદ્દન બોગસ છે લોકોએ આ અરજી ફોર્મ ભરવું નહિ કારણ કે ફોર્મમાં કેટલીક ગોપનીય માહિતી દિલ્હી સુધી જઇ શકે છે.
બેટી બચાવો, બેટી પઢાઓની યોજનાનું બોગસ ફોર્મ વાયરલ થતા પૈસા ભરવા રજીસ્ટર એડી કરવા ધસારો - બેટી બચાવો, બેટી પઢાઓ યોજના
વલસાડઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અનુલક્ષી 8 વર્ષથી 21 વર્ષ સુધીની દીકરીને 2 લાખ રૂપિયા સરકાર આપશે એવું ફોર્મ સોશીયલમીડિયામાં વાયરલ થયું હતું. આ ખોટું ફોર્મ લોકો ભરી જે રજીસ્ટર એ ડી પૈસા મળે એવા હેતુથી પોષ્ટ ઓફીસમાં ભરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. વલસાડ શહેર પોસ્ટ ઓફીસમાં લોકોની ભીડ જોઈ ત્રણ બારીઓ ખોલવાની ફરજ પડી હતી જો કે મહિલા અને બાળ વિકાસ અધિકારીએ આવી કોઈ સરકારની યોજના છે જ નહીં અને લોકોને આવા ફોર્મ ન ભરવા સુચન કર્યું હતું.
મહિલા અને બાળ વિકાસ અધિકારી શૈલેશ કણજારીયા જણાવ્યું કે, બેટી બચાવો, બેટી પઢાઓ આ યોજનામાં સરકાર દ્વારા કોઈપણ રીતે પૈસાની કે રોકડ રકમની સહાય કરવામાં આવતી નથી આ યોજના માત્ર લોકોમાં જાગૃતતા લાવવા માટે વિવિધ જાગૃતિના કાર્યક્રમો કરવાના હોય છે ત્યારે લોકો જે ફોર્મ ભરી રહ્યા છે એ તદ્દન બોગસ છે અને આવા પ્રકારની કોઇપણ સરકારની યોજના છે જ નહીં લોકોને તેમણે વિનંતી કરી શકે આવા ફોર્મ ભરીને પોતાની અંગત માહિતી બહાર અન્ય લોકો સુધી પહોંચે એવુ કરવુ ન જોઈએ.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના ફોર્મ ધરમપુર અને કપરાડા જેવા આદિવાસી વિસ્તારના લોકોને ગુમરાહ કરવા માટે કેટલાક તત્વો દ્વારા સોશીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હોવાનું જણાઇ રહ્યું છે ત્યારે મંગળવારે વહેલી સવારથી વલસાડ પોસ્ટ ઓફિસમાં ૪૦૦ થી ૫૦૦ જેટલા રજીસ્ટર એડી કરવા માટે લોકોએ ફોર્મ ખરીદ્યા હતા.