ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં બેંક કર્મીઓ વિવિધ 12 મુદ્દા સાથે મેદાનમાં, કલેકટરને આવેદન પત્ર - કલેકટર

ઓલ ઇન્ડિયા બેન્ક દ્વારા પગાર વધારા સહિતના મુદ્દાઓને લઇ બે દિવસની હડતાલ પર ઉતર્યા છે. જેના પગલે બીજા દિવસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ અંગે રજુઆત કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત રોજથી બે દિવસ માટે બેન્ક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે.

બેંક કર્મચારીઓ દ્વારા 12 મુદાઓ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું
બેંક કર્મચારીઓ દ્વારા 12 મુદાઓ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

By

Published : Feb 1, 2020, 3:16 PM IST

વલસાડ: ઓલ ઇન્ડિયા બેન્ક એમ્લોઇઝ યુનિયન દ્વારા પગાર વધારા સહિતના 12 મુદાઓ સાથે બે દિવસની હડતાળ કરતા આજે બીજા દિવસે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેઓની રજૂઆતો ઉચ્ચ સ્તરે પહોંચતી કરવા જણાવ્યું હતું

વલસાડ જિલ્લામાં 28 બેંકો, રાષ્ટ્રીય કૃત બેંકોના 4 હજાર જેટલા કર્મચારીઓ બેંકોની હડતાળમાં જોડાયા છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા આપવામાં આવેલા હડતાલના એલાનને પગલે વલસાડ શહેરમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. 31 જાન્યુઆરી અને ૧લી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહી હતી. આજે બીજા દિવસે વલસાડ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોના એમ્પ્લોઇઝ યુનિયનના કર્મચારીઓએ વલસાડ જિલ્લા કલેકટરને ૧૨ જેટલા વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક આવેદનપત્ર સોંપ્યું હતું.

બેંક કર્મચારીઓ દ્વારા 12 મુદાઓ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

આ મુદ્દાઓમાં new pension scheme, ઇમ્પ્રૂવમેન્ટ ફેમિલી પેન્શન ઓફિસર માટે કામના કલાકો નક્કી કરવા વિવિધ બેંકોને મર્જ થતી અટકાવી તેમજ પગાર વધારાના મુદ્દાને આવેદનપત્રમાં આવરી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીયકૃત બેંકો હડતાલને પગલે બંધ છે. વલસાડ જિલ્લામાં એક દિવસનો નાણાકીય વ્યવહાર ૫૦૦ કરોડ જેટલો થતો હોઈ છેલ્લા બે દિવસથી બેંકો બંધ રહેતા હજાર કરોડ જેટલો નાણાકીય વ્યવહાર ખોરવાયો છે.

નોંધનીય છે કે, કોલ ઇન્ડિયા એમ્પ્લોયી બેંક યુનિયન દ્વારા આપવામાં આવેલા હડતાળના એલાનને પગલે ગુજરાતની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હોય સમગ્ર ગુજરાતમાં ૨૮ હજાર કરોડ જેટલું ટ્રાન્જેક્શન ખોટકાયું છે.

ABOUT THE AUTHOR

...view details