વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વલસાડ પોલીસ હેડ કોટર ખાતે પોલીસ કર્મચારી અને તેમના પરિવાર માટે બડા ખાના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક પોલીસ પરિવાર એકબીજા સાથે મળી મુક્ત મને ચર્ચા કરી શકે તેમ જ હળવાશની પળ તેમના પરિવાર સાથે માણી શકે તેવો હતો.
વલસાડમાં પોલીસ કર્મીઓનું "બડા ખાના" કાર્યક્રમ, દેશભક્તિ ગીત પર અધિકારીઓ ઝુમ્યા - gujarat news
વલસાડઃ સમાજની સુરક્ષા માટે અને કાયદાના અમલ માટે સતત ખડે પગે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન વલસાડ પોલીસ હેડક્વાટર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા જેના ઉપર હાજર રહેલા પોલીસ અધિકારીઓ મુક્તપણે જુમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેકટર અને વલસાડ જિલ્લા પોલીસ વડાએ હાજરી આપી હતી.
સ્પોટ ફોટો
આ કાર્યક્રમમાં જાણીતા ગાયક ભાવિન શાસ્ત્રી દ્વારા દેશભક્તિ ગીતો રજુ કરવામાં આવ્યા હતા સમગ્ર જિલ્લામાંથી આવેલા PSI, PI અને DYSP કક્ષાના અધિકારીઓ દેશભક્તિ ગીતો ઉપર મનમૂકીને ઝુમ્યા હતા. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેકટર સી આર ખરસાણ અને વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી સહિત અનેક અગ્રણીઓ તેમજ પારડી વલસાડ અને ધરમપુરના ધારાસભ્યએ પણ હાજરી આપી હતી.