પારડી કુમાર શાળાની પાછળ આવેલા બી.આર.સી ભવન ખાતે પારડી અને વાપી તાલુકામાં આવેલી વિવિધ પ્રાથમિક શાળાઓના ઓડિટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાઓના આચાર્ય સમગ્ર વર્ષ દરમિયાન શાળાના વિકાસમાં કરેલા વિવિધ ખર્ચો શાળા સુશોભનની ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કર્યો તેમજ વિવિધ કાર્યોમાં કરવામાં આવેલા ખર્ચના હિસાબ રજૂ કરવા આવ્યા હતા
વાપી અને પારડીની સ્કૂલોમાં ઓડિટ કાર્યક્રમ યોજાયો - vapi
વલસાડઃ વાપી અને પારડી તાલુકામાં આવેલી વિવિધ પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતી સરકારી ગ્રાન્ટનો ઉપયોગ શાળા સુશોભન તેમજ શાળા વિકાસના કાર્યોમાં કરવામાં આવ્યો હોય તે અંગેના હિસાબો અને તપાસણી કરવા માટે આજે પારડી બી.આર.સી ભવન ખાતે ઓડિટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પારડી અને વાપીની શાળાઓના આચાર્યો સમગ્ર વર્ષ દરમિયાન કરેલા વિવિધ ખર્ચોની ફાઇલો લઇને ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં વાપી અને પારડી તાલુકાની શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોએ જણાવ્યું કે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ શાળા લક્ષી ગ્રાન્ટનો ઉપયોગ દ્વારા શાળાના વિકાસ માટે કરવામાં આવે છે, પરંતુ મહત્વની વાત એ છે કે 2000 રૂપિયાથી ઉપરનો વ્યવહાર કરવો હોય તો તેઓને આ વ્યવહાર ચેક દ્વારા જ કરવો પડે છે. જેના કારણે ઘણી વાર તેઓ મુશ્કેલીમાં પણ મુકાય છે. આજે ઓડિટ દરમિયાન વાપીની 65 અને પારડીની 119 શાળાઓ ના આચાર્ય વર્ષ દરમિયાન વાર્ષિક હિસાબોના ચોપડાઓ લઈને ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકામાં અનેક શાળાઓમાં સરકાર દ્વારા ગ્રાન્ટ તો આપવામાં આવતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી. પરિણામે વિકાસલક્ષી કાર્યો થયેલા નજરે ચઢતા નથી. ત્યારે આવી શાળાઓમાં આચાર્ય દ્વારા કઈ રીતે કામગીરી કરવામાં આવે છે તે આ ઓડિટ દરમિયાન ફલિત થાય છે. જેથી આવા ઓડિટ દરમિયાન ઘણીવાર રજીસ્ટર ગુમ થવા કાગળો ન મળવા કે વિવિધ બિલો ગુમ થઈ જવા જેવી બાળ દલિલો પણ થતી હોય છે.