પારડીઃ શહેરમાં એકબીજાના પાડોશમાં રહેતા પ્રેમી પંખીડા હાલતો બંનેની ઉમર ભણવા ગણવાની અને રમવાની છે. તેમ છતાં ફિલ્મોના પ્રભાવ હેઠળ જીવતા બંને પ્રેમમાં પડી ગયા હતા. આ પ્રેમ સંબધ દરમિયાન પ્રમિકાએ તેના ઘરમાં કામ કરવા બાબતે તેણે લગ્ન કરવા યુવક પર દબાણ કર્યું હતું. પરંતુ બંને સગીરવયના હોવાથી યુવકે દિવાળી પછી લગ્ન કરવાનું જણાવ્યુ હતું. જેથી આ વાતનું ખોટું લાગી જતા યુવતિએ ફિનાઇલ પીને જીવન ટૂકાવવાનો પ્રયાસ કરી લીધો હતો. જેને લઈ પરિવાર દોડતો થઈ ગયો હતો. જેને તાત્કાલિક સારવાર માટે પારડી મોહનદયાળ હોસ્પિટલ લઈ જતા સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો.
પારડીમાં પ્રેમી પંખીડાનો ફિનાઇલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ - પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસ
પારડી શહેરમા સગીર પ્રેમી પંખીડાએ ફીનાઇલ પીને જીવન ટુંકાવાનો પ્રયાસ કરતા આખરે બંનેની તબિયત લથડી પડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બંનેની સ્થિતિ સામાન્ય છે સગીર પ્રેમિકાએ પ્રેમી ઉપર લગ્ન માટે દબાણ કરતા પ્રેમીએ લગ્ન દિવાળી પછી કરશું એમ જણાવતા માઠું લાગી જતા પ્રેમિકાએ ફીનાઇલ પી લીઘું તો બીજી તરફ યુવકને ખબર પડતા યુવકે પણ ફીનાઇલ પી લેતા બંનેના પરિવાર ચિંતામાં મુકાયા હતા.
બીજી તરફ પ્રેમિકાએ ફિનાઇલ પી લીધું હોવાની જાણ પ્રેમી યુવકને થતાં તે પણ કઈ પણ વિચાર્યા વગર ફિનાઇલ પી જીવન ટૂકાવવાનો પ્રયત્ન કરી લીધો હતો હાલ યુવક પણ પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સદનસીબે બંનેની તબિયત સ્થિર છે.
નોંધનીય છે કે, યુવા વર્ગ ઉપર ફિલ્મની રંગીન દુનિયાની અસરો સીધી જોવા મળી રહી છે. જે ઉંમરમાં યુવક-યુવતીઓ પોતાની પગભર થવાની કારકિર્દી ઘડતા હોય ત્યારે ફિલ્મોએ તેમની માણસ ઉપર એવો રંગ ચડાવ્યો છે કે, તેઓ ભાન ભૂલી જતા હોય છે, પારડીનો આ કિસ્સો વાલીઓ માટે લાલ બત્તી સમાન કહી શકાય છે.