વલસાડ : 22 વર્ષીય મહિલાએ પોતાના પતિ હિતેશભાઈ પટેલ સાથે ધરકંકાશને લઇ આવેશમાં આવી પગલું ભર્યું હતું. આ દંપતીને હાલમાં માત્ર દોઢ માસની નાની બાળકી છે. તેની પણ ચિંતા કર્યા વગર પરણીતાએ આ પગલું ભરતા ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર બનાવ અંગે સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરને પુછપરછ કરતા જણાવ્યું કે મહિલા 92% દાઝી ગયેલી છે, જેઓની હાલમાં સારવાર ચાલુ છે.
વલસાડના અંભેટી ગામે પરિણીતાનો આત્મવિલોપનનો પ્રયાસ - પરિણીતા
જિલ્લાના અંભેટી ગામમાં ઘરમાં પતિ સાથે થયેલી સામાન્ય બોલાચાલીમાં આવેશમાં આવી જઇ મહિલાએ શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા મહિલા આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા પ્રથમ નાનાપોંઢાની હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
અંભેટી ગામે પરિણીતાનો આત્મવિલોપનનો પ્રયાસ
નોંધનીય છે કે પોતાના દોઢ વર્ષના નાના બાળકની ચિંતા કર્યા વિના આવેશમાં આવી જઈ મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કરતા આ સમગ્ર કિસ્સો હાલ અંભેટી ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે તેમણે અચાનક આ પગલું ભર્યું એ પણ એક તપાસનો વિષય છે. હાલમાં સમગ્ર બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે