- બેકાર બનેલા ગરીબ વેપારીઓએ આપ્યું આવેદનપત્ર
- ઉમરગામ દરિયા કિનારે પ્રતિબંધ હટાવવા માગ
- લોનના હપ્તામાં સમય આપવા માગ
ઉમરગામના દરિયા કિનારે લારી-ગલ્લા ચલાવતા નાના વેપારીઓએ આપ્યું આવેદનપત્ર - લારીગલ્લાવાળા
ઉમરગામ દરિયા કિનારો કોરોના કાળમાં 10 મહિનાથી પ્રવાસીઓ અને નાના ધંધાર્થીઓ માટે બંધ છે. જેને કારણે અહીં રોજીરોટી મેળવતા લારી-ગલ્લાવાળા નાના વેપારીઓની હાલત કફોડી બની છે. જે અંતર્ગત ગુરુવારે ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી દરિયા કિનારે ચીજવસ્તુઓ વેંચવાની મંજૂરી આપવા રજૂઆત કરી હતી.
ઉમરગામના દરિયા કિનારે લારી-ગલ્લા ચલાવતા નાના વેપારીઓએ આપ્યું આવેદનપત્ર
ઉમરગામઃ વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 7-8 વરસથી ઉમરગામ દરિયા કિનારે ખાણીપીણીની અને અન્ય ચીજવસ્તુઓ વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ કોરોના મહામારી દરમ્યાન દરિયા કિનારે ફરવા આવતા વાપી, વલસાડ, મહારાષ્ટ્રના પ્રવાસીઓ પર અને સ્થાનિક લોકો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
- દરિયા કિનારે ચીજવસ્તુઓ વેચી પેટિયું રળે છે
દરિયા કિનારે ચીજવસ્તુઓ વેચી ગુજરાન ચલાવવું એ એક માત્ર ધંધો હોઇ જે છીનવાઈ જતા 10 મહિનાથી ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. હાલમાં કોરોનાના કેસ ઘટ્યાં છે. વેકસીન પણ બની ગઈ છે. ત્યારે દરિયા કિનારે ચીજવસ્તુઓ વેચી પેટિયું રળતા ગરીબ પરિવારોને દરિયાકિનારે રોજીરોટી કમાવાની મંજૂરી આપવામાં આવે.
- 10 મહિનાથી લોનના હપ્તા ભરી નથી શક્યાં
દરિયા કિનારે લારી ગલ્લા ચલાવવા માટે ઉમરગામ નગરપાલિકા દ્વારા આર્થિક લોન સહાય પેટે 10,000ની લોન પણ આ ગરીબ વેપારીઓને આપવામાં આવી હોય લોનના હપ્તા બાકી છે. ત્યારે તે અંગે પણ વધુ સમય આપવામાં આવે તેવી રજૂઆત પણ આવેદનકર્તાઓએ કરી હતી.