ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યસભા ચૂંટણી: એઆઈસીસીના ગૌરવ પંડ્યા બન્યા કોંગ્રેસના ઉમેદવાર - name

વલસાડઃ આગામી દિવસમાં યોજાનારી રાજ્યસભાના સાંસદની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે એલ.આઇ.સી ના સભ્ય રહી ચૂકેલા વલસાડના ગૌરવભાઈ પંડયાની પસંદગી કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોમાં આજે ઉત્સાહ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરોએ ગૌરવભાઈ પંડ્યાને શુભેચ્છાઓ આપી હતી.

df

By

Published : Jun 25, 2019, 3:14 PM IST

મૂળ રાજકોટમાં અને 1983માં રાજકોટથી વલસાડ આવીને વસેલા ગૌરવભાઇએ તેમાના કોલેજકાળથી જ એટલે કે 1977 થી જ એન.એસ.યુ.આઈ નું સભ્ય પદ મેળવીને કોલેજકાળથી જ રાજનીતિ માં જંપલાવ્યું હતું. જોકે વલસાડમાં આવ્યા બાદ તેઓ તે સમયના કોંગ્રેસના ઉમેદવાર ઉત્તમભાઇ હરજીભાઈ પટેલ સાથે ચૂંટણીમાં પ્રચાર પ્રસાર અર્થે જોડાયા હતા.1986માં વલસાડ જિલ્લાના યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક થઈ હતી, તે સમયે વલસાડના નનકવાડા વિસ્તારમાં તેઓ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

જે બાદ 1991માં તેઓ સરપંચ તરીકે પણ રહી ચૂક્યા છે.તો 1994માં તેઓ યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા, વર્ષોથી તેઓ કોંગ્રેસમાં એક ભીડ કાર્યકર તરીકે પોતાની સેવા બજાવી રહ્યા છે. તો હાલમાં તેઓ એ આઈ.સી.સી.ના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ઉલ્લખનીય છે કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન રાજનીતિમાં તેઓની મહત્વની ભૂમિકા રહી હતી. તેમજ વલસાડ જિલ્લામાં કોંગ્રેસના પ્રચાર-પ્રસાર જાળવી રાખવામાં તેઓનો મહત્વનો ફાળો હોવાનું પણ જણાય છે.

જેને કારણે જ કદાચ આગામી રાજ્યસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે કોંગ્રેસ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે. આ જાહેરાત થતા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકરો અને પદાધિકારીઓએ ગૌરવ પંડ્યાને ટેલિફોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details