ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના કોસંબા દરિયાકિનારે એક અજાણી બોટ આવી ચડતા પોલીસે તપાસ હાથ ધરી - latest news in Valsad

વલસાડના કોસંબા દરિયા કિનારે આવેલી દીવાદાંડી પાસે કોઈ અજાણી બોટ દરિયામાં આવી હોવાની બાતમી વલસાડ પોલીસને આપવામાં આવી હતી. આ સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને રાખી વલસાડ સીટી પીઆઇ અને તેમની ટીમ મોડી રાત્રે કોસંબા દરિયા કાંઠે પહોંચી હતી અને જરૂરી તપાસ કરી હતી.

Valsad
વલસાડ

By

Published : Nov 29, 2020, 8:28 PM IST

  • કોસંબા દીવાદાંડી નજીક દરિયામાં એક કિલોમીટર દૂર અલ મદદ નામની બોટ અટકી
  • અલ મદદ નામની આ બોટ મુંબઈની હોવાનું તપાસમાં બહાર આવ્યું
  • દરિયાનું પાણી ભરતીને કારણે ઓછું થઈ જતા બોટ કોસંબા ખાતે અટકી

વલસાડ : શહેરના કોસંબા દરિયા કિનારે આવેલી દીવાદાંડી પાસે કોઈ અજાણી બોટ દરિયામાં આવી હોવાની બાતમી વલસાડ પોલીસને આપવામાં આવી હતી. આ સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને રાખી વલસાડ સીટી પીઆઇ અને તેમની ટીમ મોડી રાત્રે કોસંબા દરિયા કાંઠે પહોંચી હતી અને જરૂરી તપાસ કરી હતી.

વલસાડના કોસંબા દરિયાકિનારે એક અજાણી બોટ આવી ચડતા પોલીસે તપાસ હાથ ધરી
મોડી રાત્રે પહોંચ્યા વલસાડ સીટી પી.આઇ એચ.જે ભટ્ટ અને તેમની ટીમઅજાણી બોટ દરિયામાં દેખાય હોવાની કોસંબાના ગામજનોએ માહિતી આપતાં સમગ્ર બાબતને ગંભીરતા જોતા વલસાડના સીટી પી.આઇ અને તેમની ટીમ મોડી રાત્રે કોસંબા દીવાદાંડી થી દરિયામાં એક કિલોમીટર દૂર અટકી પડેલી બોટ સુધી પહોંચ્યા હતા અને બોર્ડ ઉપર ચડી તપાસ પણ કરી હતીઅલ મદદ નામની આ બોટમાં હતા પાંચ ક્રુ મેમ્બરવલસાડ પોલીસ જ્યારે મદદ નામની બોટ પાસે પહોંચી અને બોટ ઉપર ચડી અને તપાસ કરતા આ બોટમાં પાંચ ક્રુ મેમ્બર મળી આવ્યા હતા. તેમણે બોટ અંગેના જરૂરી કાગળો અને કામગીરી અંગેની માહિતી જાણકારી આપવા જણાવ્યું હતું. જોકે, બોટ માલિકે પોલીસને પૂરતો સહકાર આપ્યો હતો.બોટના સંચાલકે રેતી ખનન અંગેના જરૂરી કાગળો પોલીસને દર્શાવ્યાઅલ મદદ નામની બોટમાં સવાર પાંચ ક્રુ મેમ્બર અને સંચાલકે પોલીસને તેમની કામગીરીના જરૂરી દસ્તાવેજો અને કાગળો રજૂ કર્યા હતા. તેમજ તેઓએ રેતી ખનનની કામગીરી કરતા હોવાનું જણાવ્યું હતું. તેઓ મુંબઈ તરફ જઈ રહ્યા હતા.કોસંબાના દરિયાકિનારે કેમ અલ મદદ બોટ અટકી પડીવલસાડના કોસંબાથી રેતી ખનનની કામગીરી કરીને મુંબઇ પરત થઇ રહેલી અલ મદદ નામની બોટ મુંબઈ તરફ જઈ રહી હતી. ત્યારે દરિયાની અંદર ઓટ આવવાને કારણે દરિયાનું પાણી ઓછું થઇ જતા તે આગળ જઈ શકી નહી.જરૂરી કાગળો અને ડોક્યુમેન્ટ દર્શાવ્યા બાદ પોલીસે રાહતનો શ્વાસ લીધોગ્રામજનોએ પોલીસને આપેલી માહિતીને આધારે આ શંકાસ્પદ બોટ હોવાની વાતને લઇને પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પરંતુ બોટના સંચાલકે જરૂરી કાગળો અને દસ્તાવેજો પોલીસ સમક્ષ દર્શાવ્યા બાદ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. આમ ગ્રામજનોની સતર્કતાને કારણે મુંબઈ જતી પાણીના પ્રવાહ ઓછો થઈ જતાં અટકી પડેલી આ બોટને લઈને પોલીસે પણ ગંભીરતા દાખવી હતી અને પોલીસ તપાસ માટે પહોંચી હતી.

ABOUT THE AUTHOR

...view details