- જિલ્લામાં કોવિડ -19ની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે અંગેની જાણકારી માટે વિશેષ સ્કોડની રચના
- અગાઉ જિલ્લાની સરકારી કચેરીમાં ડેપ્યુટી કલેકટર તેમજ ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ
- આજે જિલ્લાની હોસ્પિટલ અને લેબોરેટરીમાં આકસ્મિક ચેકિંગ
- જિલ્લા ડેપ્યુટી કલેક્ટર પણ ચેકિંગમાં સાથે નિકળ્યા
વલસાડઃ વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ ન ફેલાય અને જિલ્લા કલેકટરની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે માટે વિશેષ ચેકિંગ કરવા માટે એક ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ ફ્લાઇંગ સ્ક્વોડ ની સાથે જિલ્લા ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલ આકસ્મિક ચેકિંગ માટે વલસાડ શહેરની હોસ્પિટલ અને લેબોરેટરી ચેકિંગ માટે પહોંચ્યા હતા.
વલસાડની વિવિધ હોસ્પિટલો અને લેબોરેટરીનું કરાયું ચેકીંગ
વલસાડ શહેરમાં આવેલી અમિત હોસ્પિટલ ડોક્ટર હાઉસ સહિત અનેક મોટી હોસ્પિટલો તેમજ લેબોરેટરીમાં ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલની આગેવાનીમાં લાઇવ સ્કોર પહોંચી હતી અને તેમણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અંગે આકસ્મિક ચેકિંગ હાથ ધરતા બે સ્થળે દંડ વસૂલવામાં આવ્યો હતો.
2 હજાર રૂપિયા જેટલો દંડ વસૂલવામાં
ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલે જણાવ્યું કે આજે તેઓ આકસ્મિક ચેકીંગમાં નીકળ્યા હતા અને આ ચેકિંગ દરમિયાન હોસ્પિટલો અને લેબોરેટરીમાં તપાસ કર્યા બાદ બે સ્થળ ઉપર સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતું હોય તેવા સ્થળે દંડ વસૂલવામાં આવ્યો છે. જેમાં બે જગ્યા ઉપર એટલે કે ઘર દીઠ હજાર રૂપિયા મળી 2 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
ડેપ્યુટી કલેકટર દ્વારા વલસાડની દરેક લેબોરેટરી અને હોસ્પિટલમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું - ડેપ્યુટી કલેકટર
વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલ અને જિલ્લા કોઈ ફ્લાઈંગ સ્કોડ વલસાડ શહેરની હોસ્પિટલ અને લેબોરેટરીમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું.જેમાં બે જગ્યા ઉપર સોશિયલ ડિસ્ટન્સ ન જણાતા બે હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
valsad
આમ, વલસાડ જિલ્લામાં જિલ્લા કલેકટર અને કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા સામે લાઇવ સ્કોર અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરીને શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવતા સમગ્ર શહેરમાં ફફડાટ ફેલાયો હતો.