વલસાડ: કપરાડા નાનાપોઢા માર્ગ ઉપર જોગવેલ ડુંગર પાડા વિસ્તારમાં શુક્રવારે એક ટેમ્પોનો અકસ્માત થયો છે. આ ટેમ્પો પુનાથી ગોળ ભરીને પારડી જઇ રહ્યો હતો.
કપરાડામાં ગોળ ભરેલા ટેમ્પોનો અકસ્માત, કોઈ જાનહાની નહીં
કપરાડા-નાનાપોઢા માર્ગ ઉપર આવેલા જોગવેલ ડુંગર પાડા વિસ્તારમાં પુનાથી ગોળ ભરીને આવનારા ટેમ્પોનો અકસ્માત થયો છે. આ ટેમ્પો રિવર્સમાં જઇ રહ્યો હતો, આ દરમિયાન પલટી ગયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની જોવા મળી નથી.
કપરાડામાં ગોળ ભરેલા ટેમ્પોનો અકસ્માત, કોઈ જાનહાની નહીં
પુરપાટ ઝડપે આવી રહેલો આ ટેમ્પોના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્તામ સર્જાયો હતો. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની જોવા મળી નથી.
ઉલ્લેખનીય છે કે, ડુંગરપાડા ખાતે અગાઉ પણ અકસ્માતો થયા છે, પરંતુ હજૂ સુધી સ્ટેટ હાઇવે ઉપર કોઈ પણ પ્રકારના સાઈન બોર્ડ મુકવામાં આવ્યા નથી. જેથી આ વિસ્તારમાં અવાર-નવાર અકસ્માતોના બનાવ બને છે.