ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે બે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે તે માટે વલસાડ જિલ્લા અખિલ ભારતીય વિધાર્થી પરિષદે જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વલસાડ જિલ્લા ABVPના સભ્યો દ્વારા શિક્ષણ આધિકારીને મૌખિક રજૂઆત કરી બે દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ABVPએ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વલસાડમાં બે વિષયની પૂરક પરિક્ષા નહીં લેવાય તો ABVPની આંદોલનની ચીમકી
વલસાડઃ ABVPએ 27મેના રોજ સામાન્ય પ્રવાહ બે વિષયની પૂરક પરીક્ષા લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનું નિરાકારણ ન આવતા ફરી મૌખિક રજૂઆત કરી હતી.
ABVP આંદોલનની ચીમકી ઉચ્ચારી
આ સમગ્ર બાબતે વાલીઓએ જણાવ્યું કે, જે રીતે વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયની પૂરક પરીક્ષાઓ લેવામાં આવે છે. એ રીતે સામાન્ય પ્રવાહને કેમ બાદબાકી રાખવામાં આવે છે. સામાન્ય પ્રવાહમાં પણ પૂરક પરીક્ષાઓ હોય તો વિધાર્થીઓનું વર્ષ ન બગડે આજે 25 થી 30 જેટલા વાલીઓ પણ એ ABVPના સભ્યો સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત લીધી હતી.