- ગ્રામજનો માટે આધાર કેમ્પની સુવિધા શરૂ કરાઈ
- સરપંચ દ્વારા કેમ્પ માટે કરાઈ હતી રજૂઆત
- સરીગામમાં 30 હજારની છે વસ્તી
વલસાડઃ જિલ્લાના સરીગામમાં ગ્રામજનો માટે બુધવારે 31 માર્ચથી આધાર કેન્દ્રની સુવિધા પૂરી પાડવામાં આવી છે. 30 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં આધાર કાર્ડને લગતી સુવિધા ગ્રામજનોને મળે તે માટે ગામના ઇન્ચાર્જ સરપંચ પંકજ રાયે ગત જાન્યુઆરી મહિનામાં આધાર કેન્દ્રમાં રજૂઆત કરી હતી.
સરીગામમાં આધાર કેન્દ્ર કેમ્પની શરૂઆત કરાઈ આધાર કેન્દ્ર કેમ્પ એક મહિના સુધી ચાલશે
સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે જનહિત માટે આધાર સેવા કેન્દ્ર કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. આ આધાર કેન્દ્ર કેમ્પ એક મહિના સુધી ચાલશે. ગ્રામજનો દરરોજ સાંજના 5 વાગ્યા સુઘી આ સેવાનો લાભ લઈ શકશે.
આ પણ વાંચોઃ મોરબીમાં પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ કેમ્પ યોજાયો
જિલ્લાનું રેવન્યુ આપતું સૌથી મોટું ગામ
આ અંગે ઇન્ચાર્જ સરપંચ પંકજ રાયે જણાવ્યું હતું કે, સરીગામની 30 હજારની વસ્તી છે. જિલ્લાનું રેવન્યુ આપતું સૌથી મોટું ગામ છે. ગામમાં અનેક લોકોને નવા આધારકાર્ડ બનાવવાના હતા. તેમજ કેટલાય ગ્રામજનોને આધારકાર્ડમાં સુધારા-વધારા કરવા ઉમરગામ સુધી કે વાપી સુધી જવું પડતું હતું. જેથી આ સમસ્યા ધ્યાને આવ્યા બાદ ગત જાન્યુઆરી મહિનામાં આધાર સેવા કેન્દ્રમાં આ અંગે રજૂઆત કરી હતી. જે રજૂઆત અનુસંધાને આધાર કેન્દ્રની ટેક્નિકલ ટીમે આવી જરૂરી સુવિધા અંગે તપાસ કરી હતી. જેમાં પંચાયત ભવનમાં જ કેમ્પ શરૂ કરી શકાય તેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા સાથે વાઈફાઇની સગવડ ઉભી કરી આપતા 31 માર્ચથી કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ આણંદ જિલ્લામાં આધાર કાર્ડ માટેના કેન્દ્રોની જાણો પરિસ્થિતિ
કેમ્પનો વઘુમા વઘુ લાભ લેવા કરાયો અનુરોધ
આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે પંચાયતના સભ્યો, તાલૂકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો વઘુમા વઘુ લાભ લેવા લોકોને વિનંતી કરવામાં આવી હતી.