ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડથી એક વર્ષ પહેલાં સગીરાને લઈ ફરાર થયેલો યુવાન ભાવનગરથી ઝડપાયો - crime news of gujarat

વલસાડના પારડી નજીક આવેલા એક ગામની 16 વર્ષીય સગીરાને લઈને ભાગી ગયેલા યુવાનને એક વર્ષ બાદ ભાવનગર પાસેથી ઝડપી પાડવામાં પારડી પોલીસને સફળતા મળી હતી. આ યુવાન જોડે ભાગેલી યુવતીએ તેની માતાને ઘરે આવવા બાબતે ફોન કરીને જણાવતા તેની માતાએ પોલીસને જાણકારી આપી હતી. જેથી પોલીસે મોબાઇલ નંબરના આધારે તેમનું લોકેશન ટ્રેસ કર્યા બાદ આ બન્ને ભાગેલા પ્રેમીપંખીડાને ભાવનગર પાસેથી ઝડપી પાડયા હતા.

વલસાડથી એક વર્ષ પહેલાં સગીરાને લઈ ભાગેલો યુવાન ભાવનગરથી ઝડપાયો
વલસાડથી એક વર્ષ પહેલાં સગીરાને લઈ ભાગેલો યુવાન ભાવનગરથી ઝડપાયો

By

Published : May 12, 2020, 5:16 PM IST

વલસાડ: પારડી નજીક આવેલા એક ગામમાં એક વર્ષ પહેલા એક ૧૬ વર્ષીય સગીરા બજારમાં કેળા લેવા જવાનું કહીને પોતાના ઘરેથી નીકળી હતી. આ સગીરાને જલારામ ક્વોરીમાં ટ્રક ઉપર કામ કરતા ડ્રાઇવર હિતેશ વસાવાએ જેને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ બાબતે સગીરાના પરિવારજનોએ પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વલસાડથી એક વર્ષ પહેલાં સગીરાને લઈ ભાગેલો યુવાન ભાવનગરથી ઝડપાયો

પોલીસે હિતેશ સામે સગીરાનું અપહરણ અને દુષ્કર્મ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. તેની શોધખોળ કરવા માટે પોલીસ તેના ગામ સુધી પહોંચી પરંતુ બંને હાથ લાગ્યા ન હતા. જો કે કેટલાક દિવસો બાદ સંબંધમાં તકરાર ઉભી થતા આ સગીરાએ તેની માતાને ફોન કરી ઘરે આવવાની ઈચ્છા જાહેર કરી હતી. આ સમગ્ર વિગતો સગીરાની માતા પારડી પોલીસને આપતા પોલીસે તેનો મોબાઈલ નમ્બર ટ્રેસ કરી લોકેશન ચેક કરતા બંને પ્રેમી પંખીડા ભાવનગરમાં હોવાનું બહાર આવ્યું હતું.

પારડી પોલીસે એક ટીમ ભાવનગર રવાના કરી બંનેને પારડી પાછા લવાયા હતા. તેમનો મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ યુવાનને વલસાડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details