બાઇસિકલ એક્સપિટેશન સાથે બિહારના પટના શહેરથી નીકળેલી 2 NCC કેડેટને મેજર જનરલ આશિષ ભાટિયાએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. LS કોલેજ મુઝફરપુર કોલેજની 2 NCC કેડેટ અંકિતા રાજ અને આસ્ફા ખતુંન મહિલા સશકિતકરણ અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંગે જાગૃતતા લાવવાના હેતુ સાથે સાયકલ લઇને સમગ્ર ભારતના પ્રવાસે નીકળી છે.
નારી સશક્તિકરણ-સ્વચ્છતા અભિયાન અંગે જાગૃતિના સંદેશ સાથે બિહારથી ભારત ભ્રમણે નીકળેલી યુવતી કપરાડા પહોંચી - valsad samachar
વલસાડ: વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રે મહિલાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે. સરકાર પણ મહિલા સશક્તિકરણ માટે અનેક પ્રયાસો કરી રહી છે, ત્યારે મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતાના સંદેશને લઈ સમગ્ર ભારતના પ્રવાસે નીકળેલી બિહારના પટનાની 2 દીકરીઓ વલસાડાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે આવી પોંહચી હતી. બંને દીકરીઓ સાપુતારા જવા માટે મહારાષ્ટ્રથી નીકળી હતી.
સાયકલિસ્ટ ઝારખંડ આંધપ્રદેશ તેલંગાણા ઓડિશા, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાતમાં અંદાજીત 5000 કિમીનું અંતર કાપીને પોંહચી છે. બંને યુવતીઓ જણાવ્યું કે, અંદાજીત 80 દિવસની યાત્રા છે. તેઓ 17 ઑક્ટોબરના રોજ પટનાથી નીકળ્યા હતા અને ફરી તેઓ સમગ્ર ભારતનું ચક્કર લગાવીને પટના પોહચશે.
નાનાપોંઢા આવી પોહચેલી બંને યુવતી ઓએ જણાવ્યું કે, તેઓને ભારતીયતા જોવા મળતી વિવિધતા સાથે એકતા પણ વધુ રસ છે. નોધનીય છે કે, બંને યુવતીઓ રોજિંદા 120 થી 150 KM સાયકલિંગ કરે છે. આંદાજીત 80 દિવસમાં તેમણે આ સમગ્ર યાત્રા પૂર્ણ કરવાની છે. તેમને 60 દિવસ પૂર્ણ થયા હોવાનું તેમણે જણાવ્યું હતું, બંને યુવતી ઓ હોવા છતાં અદમ્ય સાહસ અને આદભૂત ઉત્સાહ તેમનામાં જોવા મળ્યો હતો.