વલસાડઃ જિલ્લાના આંબા જંગલ ગામની એક મહિલા 15 માર્ચના રોજ સુરત કોઈ કામ અર્થે ગઈ હતી. જ્યારે તે પરત ફરી ત્યારે તેને શરદી અને તાવ જણાતા તે સરકારી હોસ્પિટલ ખાતે પોતાની સારવાર માટે પહોંચી હતી. જોકે તે દરમિયાન તેને 5 દિવસથી ખાંસી, ગાળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, ઉધરસ જેવા (કારોના) લક્ષણો દેખાઈ આવતા દાબખલ ગામના તબીબે આ મહિલાને વિના વિલંબે એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવી હતી.
કપરાડાની મહિલાને કોરોનાના લક્ષણ દેખાતા સારવાર અર્થે ખસેડાઇ - Corona throughout Gujarat
સમગ્ર ગુજરાતમાં કોરોના ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, ત્યારે દરેક જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં વિદેશથી આવેલા 125 લોકોને હોમ કોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે, ત્યારે કપરાડા તાલુકાના આંબા જંગલ ગામની એક મહિલાને શરદી ખાંસી શ્વાસમાં તકલીફ ઊભી થતા કોરોના જેવા લક્ષણો જણાઈ આવતા તેને એમ્બ્યુલન્સ લઇ સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવી હતી. જોકે આ ખબર સમગ્ર કપરાડામાં ફેલાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
જોકે તેને લઈ જવા માટે આવેલા આરોગ્ય કર્મચારી વિશેષ તકેદારીના ભાગ રૂપે સેફ્ટી સુટમાં આવ્યા હોય લોકોને એવો ચોક્કસ ભય બેસી ગયો હતો કે, મહિલાને નક્કી કોરોના થયો છે. જોકે અહીં જ્યાં સુધી કોઈ તેના તપાસના રિપોર્ટ ન આવે ત્યાં સુધી કઈ પણ કહી શકાય તેમ નથી. હાલ તેને શંકાસ્પદ લક્ષણોને લઈ વલસાડ સિવિલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
નોંધનિય છે કે, વલસાડ જિલ્લામાં 1.25 લાખ લોકોને સર્વે 1112 જેટલા સભ્યોની ટિમ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.