- ઉમેદવારી ભરવાના અંતિમ તારીખે 287 ઉમેદવારી નોંધાઈ
- જિલ્લા પંચાયત બેઠક માટે કુલ 50 ઉમેદવારી નોંધાઈ
- કુલ 764 ઉમેદવારી પત્રો નોંધાયા
વલસાડ :જિલ્લા પંચાયતની 38 બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 50 ઉમેદવારી ફોર્મ નોંધાયા છે. વલસાડ તાલુકા પંચાયત માટે 43, પારડી તાલુકા પંચાયત માટે 17, વાપી તાલુકા પંચાયત માટે 38, ઉમરગામ તાલુકા પંચાયત માટે 49, કપરાડા તાલુકા પંચાયત માટે 55, ધરમપુર તાલુકા પંચાયત માટે 35 આમ કુલ 287 ઉમેદવારી પત્રો અંતિમ દિવસે ઉમેદવારોએ ભર્યા છે.
અંતિમ દિવસે કુલ 287 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા ઓનલાઇન સુવિધા હોવા છતાં ઉમેદવારો ઓફલાઈન ઉમેદવારી નોંધાવી ઓનલાઇન ઉમેદવારી પત્રો ભરવાની સુવિધા હોવા છતાં પણ ઉમેદવારોને કયાંકને કયાંક બીક હોય છે. તમામ ઉમેદવારોએ દરેક તાલુકા પંચાયત મથકે સ્વંય હાજર રહીને પોતાના ઉમેદવારી પત્રક ભર્યા હતા. અંતિમ દિવસે પણ એક પણ ઓનલાઇન ઉમેદવારી નોંધાઈ નહીં.
અંતિમ દિવસે કુલ 287 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા અત્યાર સુધીમાં કુલ 764 ઉમેદવારી પત્રો નોંધાયા જિલ્લા પંચાયત વલસાડના 153, તાલુકા પંચાયત વલસાડ માટે કુલ 114, પારડી તાલુકા પંચાયત માટે 78, વાપી તાલુકા પંચાયત માટે 69, ઉમરગામ તાલુકા પંચાયત માટે 122, કપરાડા તાલુકા પંચાયત માટે 124, ધરમપુર તાલુકા પંચાયત માટે 104 મળી કુલ 764 ઉમેદવારી ફોર્મ નોંધાયા છે. ત્યારબાદ તમામ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ સમગ્ર ચિત્ર દરેક બેઠક માટે સ્પષ્ટ થાય એમ છે.
અંતિમ દિવસે કુલ 287 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા