ગુજરાત

gujarat

વલસાડ જિલ્લામાં સીઝનનો કુલ 108 ઇંચ વરસાદ નોંધાયો

વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ મહેર કરી છે. જેને પગલે જનજીવનને રાહત મળી છે. ખેડૂતો હવે ડાંગરની ફેર રોપણીમાં જોતરાઇ ગયાં છે. જિલ્લામાં 6 તાલુકા મળી 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 108 ઇંચથી ઉપર પહોંચ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની આવક થઇ રહી છે.

By

Published : Jul 15, 2020, 10:53 AM IST

Published : Jul 15, 2020, 10:53 AM IST

Updated : Jul 15, 2020, 1:07 PM IST

valsad
વલસાડ

વલસાડ: જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત મેઘ મહેર જોવા મળી રહ્યો છે. જેને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે. આ સાથે ડાંગરના પાકની ખેતી કરતા ખેડૂતો હવે ફેર રોપણીમાં જોતરાયા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 6 તાલુકામાં મોસમનો કુલ વરસાદ 108 ઇંચ ઉપર પહોંચી ગયો છે. તેમજ સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં અત્યાર સુધીમાં 23 ઇંચ નોંધાઈ ચુક્યો છે.

વલસાડ જિલ્લામાં અલગ અલગ તાલુકા મળી મૌસમનો કુલ 108 ઇંચ વરસાદ નોંધાયો

મૌસમના કુલ વરસાદના આંકડાની વાત કરીએ તો ઉમરગામ 20 ઇંચ, કપરાડા 23 ઇંચ, ધરમપુર 17 ઇંચ, પારડી 12 ઇંચ, વલસાડ 20 ઇંચ, વાપી 16 ઇંચ મૌસમનો કુલ વરસાદ નોંધાયો છે. ઉમરગામ 8 mm, કપરાડા 3mm ,ધરમપુર 19mm, પારડી 55mm, વલસાડ 57 mm, વાપી 7 mm, કુલ 149 mm નોંધાયો છે. જ્યારે આજે સવારે બુધવારના 6થી 8 દરમ્યાન ઉમરગામ 38mm, કપરાડા 00, ધરમપુર 00, પારડી 0.3mm, વલસાડ 8 mm, વાપી 8mm વરસાદ નોંધાયો છે.

જ્યારે મધુબન ડેમમાં પણ ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લીધે પાણીની આવક વધી રહી છે. હાલ ડેમનું લેવલ 72.20 મીટર પાણીની આવક દર કલાકે 28646 ક્યુસેક, જ્યારે આઉટ ફ્લો 893 ક્યુસેક છે.

Last Updated : Jul 15, 2020, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details