ગુજરાત

gujarat

ETV Bharat / state

શિક્ષણથી વંચિત થઈ રહેલાં બાળકો માટે ઓટલા પર જ શિક્ષણકાર્ય શરૂ કરાયું, કપરાડાના શિક્ષકની અનોખી વાત...

કોરોના મહામારીના સમયે સૌ લોકોને કંઇક અલગ એવી પરિસ્થિતિઓમાં મૂક્યાં છે કે, જેનો અંદેશો પહેલાં ન હતો. વાત ઓનલાઈન શિક્ષણની હોય તો શહેરી વિસ્તારોમાં જે ખૂબ જ સુલભ છે તે કપરાડાના મોટી પલસણ ગામમાં મેળવવાનું હોય તો હજાર પ્રશ્નોનો સામનો કરવાનો થાય. લોકડાઉનમાં બંધ થઈ ગયેલું શિક્ષણકાર્ય અનલોકમાં ઓનલાઈન શિક્ષણના નામે શરૂ થયું એ સાચું પણ જ્યાં નેટવર્ક જ ન હોય કે એન્ડ્રોઇડ ફોન સ્વપ્ન સમાન હોય તેવા બાળકો શું કરે? આ પ્રશ્નનો જવાબ એક યુવાન શિક્ષકે આપ્યો છે. જાણીએ તેમની ઉમદા વાત...

શિક્ષણથી વંચિત થઈ રહેલાં બાળકો માટે ઓટલા પર જ શિક્ષણકાર્ય શરુ કરી દીધું, એક શિક્ષકની અનોખી વાત
શિક્ષણથી વંચિત થઈ રહેલાં બાળકો માટે ઓટલા પર જ શિક્ષણકાર્ય શરુ કરી દીધું, એક શિક્ષકની અનોખી વાત

By

Published : Oct 26, 2020, 7:27 PM IST

  • બાળકોને શિક્ષણ મળે તે માટે ગામના જ યુવકનો અનોખો પ્રયાસ
  • મોટી પલસણ ગામમાં બીએડ યુવકે શરુ કર્યું 70 બાળકોને ભણાવવાનું કાર્ય
  • ઓનલાઈન શિક્ષણ માટે ગામમાં નેટવર્કની સુવિધા નહીં
  • ગરીબ વાલીઓ માટે એન્ડ્રોઇડ ફોન પણ સપનાં સમાન

કપરાડાઃ વિશ્વને પોતાના ભરડામાં લેનારી બીમારીને કારણે એક તરફ જ્યાં શિક્ષણકાર્ય બંધ છે. ત્યાં સરકારે ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું છે. પણ અંતરિયાળ ગામો જ્યાં નેટવર્ક નથી હોતું. આદિવાસી સમાજના લોકો જ્યાં એનરોઇડ ફોન સુદ્ધાં ખરીદી નથી શકતાં એવા ગામોમાં બાળકોનું શિક્ષણ અંધકારમય બન્યું છે. કપરાડાના એક ગામમાં યુવાન બીએડ થયો છે એને બાળકોના ભવિષ્યની ચિંતા કરી ગામના બાળકોને ભેગાં કરી 4 માસ ઉપરાંતથી શિક્ષણ આપી રહ્યો છે અને બાળકો પણ અહીં હોંશે હોંશે ભણવા આવી રહ્યાં છે. હાલમાં 70થી વધુ બાળકોને ગામનો બી એડ યુવક શિક્ષણ આપી પગભર થવાની કેડીએ વાળી રહ્યો છે.

શૈલેષ લાખણ દ્વારા ગામમાં આવેલ મિશનરીના પ્રાર્થના સ્થળના ઓટલા ઉપર અભ્યાસ કરાવાઈ રહ્યો છે
  • ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની સમસ્યાઓનો પાર નહીં


કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ભૌગોલિક સ્થિતિ એવી છે કે, કેટલાક ગામો ડુંગર ઉપર તો કેટલાક ગામો તળેટી વિસ્તારમાં વસ્યાં છે. જ્યાં મોબાઈલ નેટવર્કની સમસ્યા વર્ષોથી છે એવામાં લોકડાઉન થતા બાળકોના શિક્ષણ ઉપર તેની અસર પડી રહી છે. કારણ કે, લોકડાઉનમાં શાળાઓ બંધ હોવાથી સરકારે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા માટેની જાહેરાત કર્યા બાદ તમામ શિક્ષણ ઓનલાઈન મોબાઈલ આધારિત બન્યું છે. જોકે કપરાડાના મોટી પલસણ ગામે કેરંજલી ફળિયામાં રહેતાં અનેક બાળકો શિક્ષણ વગર દિશાવિહીન બન્યાં. પરંતુ ગામના જ યુવક જેણે પોતે બીએડ સુધી અભ્યાસ કર્યો છે. એ યુવાને ગામના બાળકોનું ભવિષ્ય ન બગડે એવા હેતુથી તમામ બાળકોને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું છે અને કરંજલી ફળિયામાં રહેતા ધોરણ 1થી લઇને ધોરણ 10 સુધી અભ્યાસ કરતા 60થી વધુ બાળકોને શૈલેષ લાખણ દ્વારા ગામમાં આવેલા મિશનરીના પ્રાર્થના સ્થળના ઓટલા ઉપર અભ્યાસ કરાવાઈ રહ્યો છે. હાલ બાળકોની સંખ્યા વધી ગઈ છે જેથી તેના દ્વારા બે બેચ ચલાવવામાં આવી રહી છે. સવારે 8થી 11 અને બપોરે 11થી 2 દરમિયાન બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.

સવારે 8 થી 11 અને બપોરે 11 થી 2 દરમિયાન બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.
  • નિઃશુલ્ક શિક્ષણ આપી રહેલાં શૈલેષ લાખણ
    શૈલેષભાઇ આ તમામ શિક્ષણ નિઃશુલ્ક આપી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, આદિવાસી વિસ્તારમાં જ્યાં બે ટંક રોટલા મેળવવા માટે વહેલી સવારથી ઘરના મોભી મજૂરી કામ અર્થે નીકળી જતાં હોય ત્યાં તેમના માટે એન્ડોઇડ મોબાઈલ ખૂબ દૂરની વસ્તુ છે ત્યારે બાળકોનો અભ્યાસ તો સાવ જ દિશાવિહીન બન્યો છે. આ સમયે બાળકોને શિક્ષણ આપવા ગામના જ શૈલેષભાઈ આગળ આવ્યાં છે.
    70 થી વધુ બાળકોને ગામનો બી એડ યુવક શિક્ષણ આપી પગભર થવાની કેડીએ વાળી રહ્યો છે


  • કપરાડાના 25થી વધુ ગામોમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા

નોંધનીય છે કે, કપરાડાના કુલ 25થી વધુ ગામોમાં આજે પણ મોબાઈલ નેટવર્કની સમસ્યા છે. ત્યારે ઈન્ટરનેટનો ઉપયોગ તો ભાગ્યે જ શક્ય બને અને હાલ સરકાર ઓનલાઈન શિક્ષણની વાતો કરે છે ત્યારે આવા ગામોમાં ઓનલાઈન શિક્ષણ શક્ય જ બની શકે નહીં ત્યારે આવી સમસ્યામાંથી સમાધાન કરવા ગામના યુવક દ્વારા લેવામાં આવેલ આ પગલું ખૂબ સકારાત્મક હોવાનું લોકો માની રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details