વલસાડઃ ટ્રાન્સફોર્મર કેબલમાં અચાનક લાગી આગ, કોઈ જાનહાની નહી - Gujarat news
વલસાડઃ શહેરની મધ્યમાં આવેલા મોરારજી દેસાઈ ઓડિટોરિયમની પાછળના ભાગે રવિવારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર ઇલેક્ટ્રિક કંપનીએ મૂકેલા ટ્રાન્સફોર્મરના કેબલમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
valsad
વલસાડ બસ સ્ટેન્ડ સામે આવેલા મોરારજી દેસાઈ ઓડિટોરિયમની પાછળ વીજ કંપની દ્વારા મુકવામાં આવેલા ટ્રાન્સફોર્મરના કેબલમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઇને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. અચાનક લાગેલી આગને પગલે લોકો એકત્ર થયા હતા અને તેને કાબુમાં લેવા માટે બૂમાબૂમ મચાવી હતી. જોકે કેટલાક સતર્ક લોકોએ આ સમગ્ર બાબતે ફાયર વિભાગને જાણકારી આપતા પાલિકા ફાયરની ગાડીએઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો.
અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસમાં આવેલીદુકાનોના વેપારીઓ બહાર નીકળી આવ્યા હતા અને આગનું કારણ શું હોઈ શકે તે બાબતે તર્ક લગાવતા જોવા મળ્યા હતા. જોકે ઘટનાને પગલે સ્થળ ઉપર વીજ કંપનીના કર્મચારીઓ પણ ધસી આવ્યા હતા અને વીજ પ્રવાહ બંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈપણ જાનહાનિ બની ન હતી.