- બલિઠામાં ભંગારના કચરામાં આગ લાગી
- બલિઠામાં ભંગારના કચરામાં આગ લાગીઆગના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ
વલસાડઃજિલ્લાના વાપીની આસપાસમાં આવેલા બલિઠા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભંગારીયાઓના ગેરકાયદે ગોડાઉન ધમધમી રહ્યા છે. જેમાં છાશવારે આગનાં બનાવો બને છે. એવો જ એક વધુ આગનો બનાવ બલિઠામાં આવેલા ભંગારના વાડામાં બન્યો હતો. મંગળવારે બલિઠા ગામમાં એક ગાડીના શૉ રૂમ પાછળ ગેરકાયદેસર ધમધમતા ભંગારના ગોડાઉનમાં એકઠો થતો નકામો કચરો બાજુના ખુલ્લા પ્લોટમાં ઠાલવ્યો હતો. આ કચરામાં આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. આગની ઘટના બાદ આસપાસના ભંગારીયાઓએ ભેગા મળી આગને બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા હતાં.
આ પણ વાંચોઃ સુરતના વેસુ વિસ્તારમાં લાગી આગ
ભંગારીયાઓએ ફાયર વિભાગને જાણ કરી ન હતી
નવાઈની વાત તો એ સામે આવી હતી કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી. નજીકના GEB ના વાયરો અને ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચાડ્યું હતું પણ ભંગારિયાઓ માણસો ફાયરને જાણ કરવાને બદલે વૃક્ષની ડાળીઓ કાપી તેના પાંદડાથી આગને બુઝાવવાનો નિર્થક પ્રયાસ કરતા જોવા મળ્યા હતાં.