ગુજરાત

gujarat

By

Published : Jun 3, 2020, 9:39 PM IST

ETV Bharat / state

કપરાડાના નાનાપોંઢામાં કારમાં લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે શાકભાજી માર્કેટમાં હોલસેલ શાકભાજી લેવા માટે આવેલી એક કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. મુખ્ય માર્ગથી જ્યારે કાર પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક કારમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા હતા. જેના કારણે ઘટનામાં કોઈ જાનહાનિ ન હતી, પરંતુ આગ લાગતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

A fire broke out in a car in Kaprada's Nanapodha
કપરાડાના નાનાપોઢામાં કારમાં લાગી આગ, આફરા તફરી

કપરાડાઃ કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે શાકભાજી માર્કેટમાં હોલસેલ શાકભાજી લેવા માટે આવેલી એક કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. મુખ્ય માર્ગથી જ્યારે કાર પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક કારમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા હતા. જેના કારણે ઘટનામાં કોઈ જાનહાનિ ન હતી, પરંતુ આગ લાગતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

કપરાડા તાલુકાના નાનાપોંઢા મુખ્ય માર્ગ ઉપર આજે વહેલી સવારે અંતરિયાળ ગામોમાંથી શાકભાજી લઈને આવતી અનેક વાહનો પૈકીના એક સીએનજી કારમાં અચાનક ધુમાડો નીકળતા તેમાં સવાર અનેક લોકો બહાર નીકળી ગયા હતા. જોકે તેઓ હજુ કંઈ સમજે તે પહેલાં જ કારમાં આગ પકડી લીધી હતી અને જોતજોતામાં આગની જ્વાળાઓમાં કાર લપેટાઇ ગઇ હતી.

સીએનજી કાર હોવાને કારણે અહીં કારમાં મુકેલા સીએનજીના બોટલોમાં પણ બ્લાસ્ટ થયા હતાં. જો કે આસપાસના લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો, તો વહેલી સવારે આ બનેલી ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આગ એટલી પ્રબળ હતી કે, જોતજોતામાં આખી કાર આગમાં હોમાઇ ગઇ હતી.

કપરાડાના નાનાપોંઢામાં કારમાં લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

નોંધનીય છે કે, સીએનજી કારમાં છાશવારે આવી આગની ઘટનાઓ બનતી હોય છે, જો કે, શોર્ટ સર્કિટ બાદ અચાનક જ આવી કારમાં આગ પકડી લેતા હાથી કાર સળગી જવાના કિસ્સા અગાઉ પણ બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details