મળતી માહિતી પ્રમાણે બારડોલીના એશિયાના નગરના રહેવાસી નસીરભાઈ રાઈન અને તેમની પત્ની શાહજહાં મુંબઇ પુત્રની ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં રાઈનની કારને શનિવારે વહેલી સવારે ભિલાડ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ભિલાડ પાસે અમદાવાદ મુંબઇ હાઇવે પર સાયકલ વાળાને બચાવવા આર્ટિકા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કારની ટ્રક સાથે ટક્કર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં અર્ટિકા ગાડીમાં સવાર ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કરમાં સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે મૃત્યુ થયુ હતું.
ભિલાડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેનાં મોત - Accident
વાપીઃ બારડોલીથી મુંબઇ જઇ રહેલી કારનો ભિલાડ નજીક હાઇવે ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કાર સવાર મુસ્લિમ દંપતિનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે તો કારના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
હાલ ઇજાગ્રસ્ત ડ્રાઈવરને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત વધુ ગંભીર થતા વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત ભિલાડ પોલીસ સ્ટેશન સામે જ બનતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પર પહોંચી હતી. ગોઝારા અકસ્માતમાં બન્ને મૃતકોના મૃતદેહને કારમાંથી મહામહેનતે બહાર કઢાયા હતાં. જે બાદ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ભિલાડ સરકારી દવાખાનામાં લઇ જવાયા હતા.