- મગોદ ગામે લગ્ન પ્રસંગે રાત્રી દરમિયાન ડીજેના તાલ સાથે ઝૂમતાં હોવાનો વિડીયો થયો હતો વાયરલ
- રૂરલ પોલીસે લગ્ન પ્રસંગના સ્થળ ઉપર પહોંચી ત્રણ લોકો સામે ગુનો દાખલ કર્યો
- લગ્ન પ્રસંગે 50થી વધુ લોકો એકત્ર કરવા ઉપર હાલ પ્રતિબંધ છે
વલસાડઃ ગુજરાતમાં લગ્ન પ્રસંગે માત્ર 50 વ્યક્તિઓને એકત્ર કરવાનું જાહેરનામું છે અને ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ છે તેમ છતાં પણ લોકો લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા સિવાય માનતા નથી. વલસાડ જિલ્લાના ડીવાયએસપી મનોજસિંહ ચાવડાએ ભારત સાથે વિશેષ માહિતી આપતા જણાવ્યું કે મગોદ ગામે ગત રાત્રિ દરમિયાન હનુમાન ફળિયામાં રહેતા મનોજ કૃષ્ણ ટંડેલના નિવાસસ્થાને લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને ત્યાંથી ડીજેના તાલ સાથે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી લોકો નાચગાન કરતા વિડીયો વાયરલ થયો હતો. જેને પગલે રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી હતી કાર્યવાહી હાથ ધરતાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વિડીયો વાયરલ થતા પોલીસે આયોજક અને ડીજે સંચાલક સામે ગુનો દાખલ કર્યો
વલસાડ નજીકના આવેલા મગોદ ગામે હનુમાન ફળિયામાં રહેતા મનોજભાઈ કૃષ્ણભાઈ ટંડેલ નિવાસ્થાને ગત રાત્રિ દરમિયાન લગ્ન પ્રસંગ હોવાને લઈને ડીજેના તાલ સાથે સેંકડોની સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ડાન્સ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે રૂરલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આયોજન કરતાં તેમજ ડીજે સંચાલક સહિત ત્રણ સામે 188 તેમજ એપેડેમીક એક્ટ-મુજબ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ 7 જૂનથી તમામ સરકારી ઓફિસો 100 ટકા કેપેસિટીથી કાર્યરત થશે