ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના દાંતી ગામે લાંગરેલી બોટમાં આગ લાગતા દોડધામ - The occurrence of fire

વલસાડ જિલ્લાનજીકમાં આવેલા દાંતી ગામે લાંગરેલી 150 બોટ પૈકીની એક બોટમાં આચનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે આગની ઘટના બનતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.

વલસાડના દાંતી ગામે લાંગરેલી બોટમાં આગ લાગતા દોડધામ
વલસાડના દાંતી ગામે લાંગરેલી બોટમાં આગ લાગતા દોડધામ

By

Published : Jan 22, 2021, 5:44 PM IST

  • દાંતી જેટી પર લાંગરેલી બોટમાં લાગી આગ
  • બોટનો આગળનો ભાગ આગમાં બળીને ખાખ
  • સ્થાનિકોની સતર્કતાને કારણે આગને કાબુમાં લેવાઈ
  • ફાયરના વાહન અને પોલીસ પહોંચ્યા ઘટના સ્થળે
  • પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી
    વલસાડના દાંતી ગામે લાંગરેલી બોટમાં આગ લાગતા દોડધામ

વલસાડઃ જિલ્લા નજીકમાં આવેલા દાંતી ગામે લાંગરેલી 150 બોટ પૈકીની એક બોટમાં મજૂરો રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે પ્રાઈમ્સ પડી જતા કેરોસીનના છાંટા ઉડતા આચનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે આગની ઘટના બનતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.

વલસાડના દાંતી ગામે લાંગરેલી બોટમાં આગ લાગતા દોડધામ

સ્થાનિકો આવી જતા આગને કાબુમાં લેવામાં આવી હતી

વલસાડ નજીકમાં આવેલા દાંતી ગામે દરિયા કિનારે લાંગરેલી છાયા દેવી નામની બોટમાં મજૂરો રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે પ્રાઈમ્સ પલટી જતા કેરોસીનના છાટા ઉડતા આગે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે ઘટનાની જાણકારી સ્થાનિકોને થતા લોકો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી.

છાયા દેવી નામની બોટમાં આગ લાગી હતી

છાયા દેવી નામની બોટ ક્રિષ્ના ધીરુભાઈ ટંડેલની બોટ હતી. જેમાં દાંતી ગામે વહેલી સવારના લાંગરેલી બોટમાં કેટલાક મજૂરો પોતાના માટે સવારનું રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે આગ લાગી હતી. સતર્કતાને કારણે આગને કાબુમાં લેવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details