ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મધુબન ડેમનાં 8 દરવાજા ખોલવામાં આવ્યા

વાપી: વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને પગલે નદીનાળા છલકાયા છે. ત્યારે જન જીવનને પણ માઠી અસર પહોંચી છે. સતત વરસતા વરસાદને કારણે વતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. વરસાદના પગલે મધુબન ડેમનાં 8 દરવાજા ખોલવામાં અવ્યા છે. 95,952 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો

By

Published : Aug 1, 2019, 2:47 AM IST

વલસાડ જિલ્લાના વાપી સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ વરસાદી હેલી ચાલુ છે. જેને કારણે મધુબન ડેમમાં 1,0,259 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું રુલ લેવલ 73.35 મીટર સુધી જાળવવા ડેમના 8 દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. જેના દ્વારા 95,952 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસી રહેલા વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. સેલવાસ સહિત વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહાર અને લોકોની અવરજવર થંભી ગઈ છે. ના છૂટકે બહાર નીકળેલા રાહદારીઓ, કંપનીના કર્મચારીઓ, સરકારી નોકરિયાતો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ સૌ કોઈ રેઇનકોટ, છત્રીમાં સજ્જ જોવા મળ્યા હતા.

મધુબન ડેમનાં 8 દરવાજા ખોલી 95,952 ક્યુસેક પાણી છોડાયું

ધીમીધારે સતત વરસી રહેલા વરસાદને કારણે ડાંગર, નાગલી જેવા ધાન્ય અને મગ-તુવર જેવા કઠોળનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ડાંગરની ખેતી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ખેતરમાં આદિવાસી ગીત અને નૃત્ય સાથે ડાંગરની રોપણી કરી રહ્યા છે.

આ તરફ વલસાડ જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. 30 જુલાઇના રોજ સવારના 6 થી 2 વાગ્યામાં સુધીમાં વલસાડ જિલ્લાના ઉમારગામ તાલુકામાં 25mm, કપરાડામાં 101 mm, ધરમપુરમાં 26 mm, પારડીમાં 17 mm, વલસાડમાં 23 mm અને વાપીમાં 37 mm વરસાદ વરસ્યો હતો.

સિઝનનો સૌથી વધુ વરસાદ કપરાડામાં વરસતા ચેરાપૂંજીનું બિરુદ યથાવત રહ્યું છે. કપરાડામાં મૌસમનો અત્યાર સુધીમાં સૌથી વધુ 1757 mm એટલે કે 70.28 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. જે બાદ વાપી 1528 mm એટલે કે 61.12 ઇંચ સાથે બીજા ક્રમે છે. ધરમપુર 1504 mm એટલે કે 60.16 ઇંચ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે પારડી 1313 mm, (52.52 ઇંચ) વલસાડ 1212 mm (48.48 ઇંચ) ઉમરગામ 1198 mm (47.92 ઇંચ)અ વરસાદ વરસી ચુક્યો છે.

ABOUT THE AUTHOR

...view details