ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડી પાર નદી હાઇવે પર એકસાથે 6 કારનો અકસ્માત સર્જાતાં ભાગદોડ - Car Accident

પારડી નેશનલ હાઇવે નંબર 48 અને પાર નદી નજીકમાં હાઇવે ઉપર એક લાઇનમાં ચાલતા વાહનો પૈકી ઇનોવા કાર, ઇકો કાર તેમજ બાઈક મળી એક પછી એક 6 જેટલા વાહનો એકબીજાની પાછળ અથડાયાં હતાં. આ ઘટનામાં જાનહાનિ થઈ નથી. જોકે કેટલાક લોકોને ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

પારડી પાર નદી હાઇવે પર એકસાથે 6 કારનો અકસ્માત સર્જાતાં ભાગદોડ મચી
પારડી પાર નદી હાઇવે પર એકસાથે 6 કારનો અકસ્માત સર્જાતાં ભાગદોડ મચી

By

Published : Nov 20, 2020, 2:25 PM IST

  • પારડી નેશનલ હાઈવે 48 પર બની ઘટના
  • એક પછી એક છ વાહનો અથડાયાં
  • આ ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયાં
  • પોલીસે ટ્રાફિકજામ દૂર કર્યો

વલસાડઃ પારડી નેશનલ હાઇવે નંબર 48 ઉપર મોડી સાંજે પસાર થતાં વાહન પૈકી એક પાછળ એક 6 કાર અને એક મોટર સાઇકલ અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેને પગલે ટ્રાફિક સમસ્યા વકરી હતી. બાઈક અને કાર સહિત 6 વાહનો એકની પાછળ એક ભટકાયાં હતાં જેને લઇને થોડીવાર અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો.

એક લાઇનમાં ચાલતા વાહનો પૈકી ઇનોવા કાર,ઇકો કાર તેમ જ બાઈક મળી એક પછી એક 6 જેટલા વાહનો એકબીજાની પાછળ અથડાયાં હતાં

લાગી વાહનોની લાંબી કતારો

આ અકસ્માતમાં કોઈને મોટી જાનહાનિ થઈ ન હતી. વાહનોમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ થતાં 108ની મદદથી તમામ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ અકસ્માત સર્જાતાં વલસાડથી અતુલ હાઇવે સુધી વાહનોની લાંબી લાઇન લાગી ગઇ હતી. અચાનક 6 વાહનો અથડાવાની ઘટનાને પગલે વલસાડથી અતુલ હાઇવે સુધી લાંબી વાહનોની કતાર લાગી હતી.

પોલીસે ટ્રાફિક દૂર કરવા માટેની કામગીરી કરી

આ ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસનો કાફલો અકસ્માત સ્થળ પર પહોંચી ટ્રાફિક જામ દૂર કરવામાં જોતરાયો હતો. ગણતરીના સમયમાં વાહનો દૂર કરતાં ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થયો હતો. દિવાળીના સમય દરમિયાન હાઇવે ઉપર આવા નાના-નાના અકસ્માતોની ઘટના બની રહી છે, ત્યારે તંત્રએ વધુ સજાગતાથી ટ્રાફિક સરળતાથી ચાલે તેવી વ્યવસ્થા પર ધ્યાન અપાય તેવી લોકોની લાગણી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details