વલસાડ: જિલ્લામાં શુક્રવાર 18મી સપ્ટેમ્બરે 4 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જે સાથે કુલ દર્દીઓની સંખ્યા 1095 થઈ છે. જ્યારે 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરવા સાથે કુલ 897 દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલમાં 79 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જ્યારે જિલ્લામાં હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની વાત કરીએ તો 22 દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. 34 દર્દીઓ સરકારી ફેસિલિટી હોમ ક્વોરન્ટાઈન છે. 46 દર્દીઓ પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટાઈન છે. જે મળી કુલ 102 દર્દીઓ ક્વોરન્ટાઈન છે. જોકે, જિલ્લામાં કોરોનાને કારણે એક પણ મોત નોંધાયા નથી. તેમ છતાં અત્યાર સુધીમાં કુલ 120 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે.
વલસાડ,દમણ અને સેલવાસમાં 18 દિવસમાં કોરોનાના નવા 521 પોઝિટિવ કેસ નોંધાયા
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોનાની રફતાર ધીમી પડી છે. તેમ છતાં 1 સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધીના 18 દિવસમાં ત્રણેય વિસ્તારના મળીને કુલ 521 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વલસાડમાં 18 દિવસમાં 10ના મૃત્યુ પણ નોંધાયા છે તો, કુલ 637 દર્દીઓ સ્વસ્થ થયા છે.
દમણમાં કોરોના
જ્યારે સેલવાસમાં 18 દિવસમાં 253 કેસ નવા નોંધાયા, 283 દર્દીઓ સ્વસ્થ થયા, દમણમાં 145 નવા કેસ નોંધાયા, 244 સ્વસ્થ થયા છે. વલસાડ જિલ્લામાં 123 નવા કેસ નોંધાયા છે. 110 સ્વસ્થ થયા, 10 મોતને ભેટ્યા છે.