ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાનો કહેર: વલસાડમાં 2 દર્દીના મોત સાથે 5 નવા કેસ નોંધાયા, દમણમાં 9, સેલવાસમાં 12 નવા કેસ

કોરોના મહામારીના કારણે રાજ્યમાં હજારો લોકોના મોત થયા છે. ત્યારે વલસાડ જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે અને 5 નવા કેસ નોંધાયા છે. સેલવાસમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા છે. દમણમાં 9 નવા કેસ સાથે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1007ને પાર પહોંચી છે.

new
કોરોનાનો કહેર

By

Published : Aug 31, 2020, 10:51 PM IST

વાપી: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. વલસાડ જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે, સાથે વલસાડમાં અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 108 પર પહોંચ્યો છે. જ્યારે 5 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 965 થઈ છે. જેમાંથી હાલ 76 દર્દીઓ સારવાર હેઠળ છે અને 781 દર્દીઓ સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે.

કોરોનાનો કહેર

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સોમવારે 12 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને 22 દર્દીઓ સ્વસ્થ થયા છે. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીના કુલ 1,115 દર્દીઓમાંથી 950 સ્વસ્થ થઈ ચૂંક્યા છે. જ્યારે 165 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.

દમણમાં વધુ 9 દર્દીઓ સાથે અત્યાર કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1007ને પાર પહોંચી છે. જેમાંથી 63 દર્દીઓ સારવાર હેઠળ છે. 13 ડિસ્ચાર્જ દર્દીઓ ડિસર્ચાજ થયા છે. 944 દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ થઈ ચૂંક્યા છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં અત્યાર સુધીમાં માત્ર 1-1 દર્દીનું જ મૃત્યુ થયું છે. બાકીના દર્દીઓ સ્વસ્થ થયા છે.

ABOUT THE AUTHOR

...view details