- કપરાડાના કરજણ ગામમં ગૌતસ્કરોને પોલીસે ઝડપી પાડ્યા
- ગૌ તસ્કરો પોલીસની ગાડીને ટક્કર મારી ફરાર થવાની ફિરાકમાં હતા
- પોલીસે સ્વબચાવ માં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
- ડુંગરા પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા
- આરોપીઓ પશુધન વની ગામના શાર્દુલ નામના વ્યક્તિને વેચતા હતા
વલસાડઃ 23 ફેબ્રુઆરીએ પરોઢિયે જોગવેલ વિસ્તારમાંથી ગાયની ચોરી કરી પીકઅપમાં લઈ જવાતી હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે આ પીકઅપ વાનનો પીછો કર્યો હતો, પરંતુ ગૌતસ્કરી કરી ભાગી રહેલા પીકઅપચાલકે તે પૂરઝડપે હંકારી ખડકવાળ અને તે બાદ કરજૂન તરફ લઈ ભાગી ગયો હતો. જોકે, તેની શોધખોળ કરતા પોલોસે માર્ગ બ્લોક કર્યો હતો અને શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન સામેથી પૂરઝડપે આવેલી પીકઅપને અટકાવવા પ્રયાસ કરતા પીકઅપચાલકે પોલીસના વાહનોને ટક્કર મારી પોલીસ ઉપર વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું છતાં ગૌ તસ્કરો ભાગી છૂટ્યા હતા. ઘટનામાં ગૌ તસ્કરો દ્વારા પથ્થર મારો કરતા એક હોમગાર્ડને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચોઃઉમરગામ પોલીસે ગૌવંશ તસ્કરી કરનાર સંજાણના શખ્સની કરી ધરપકડ
ડુંગરા પોલીસે કરવડ નજીક માં 5 લોકોને પૂર્વ બાતમી ને આધારે ઝડપી લીધા
ગૌતસ્કરો દ્વારા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી પીકઅપ ઘટના બાદ તેઓ નાસિકના વની તરફ લઈને ભાગી છૂટ્યા હતા, પરંતુ આરોપીઓએ પોલીસની ગાડીઓને ટક્કર મારી હતી. આ સાથે આરોપીઓને રોકવા ગયેલી પોલીસની પીકઅપ વાન GJ 15 AT 6890ને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, પોલીસે 5 આરોપીને ઝડપી લીધા હતા. જોકે મહમદ સોહેલ ઉર્ફે પન્ના મહમદ ઈસ્માઈલ શાર, મહમદ ઈસરાયેલ અહેમદ ઉર્ફે અચ્છે, શાહનવાઝ જલ્લાઉદ્દીન અને બલ્લે નામના આરોપી વોન્ટેડ જાહેર થયા છે.