- વલસાડમાં બર્ડ ફલૂ ની દહેશત 4 કાગડાના મોતથી ફફડાટ
- પશુ ચિકિત્સા વિભાગ અને વન વિભાગની ટીમ દોડતી થઇ
- જિલ્લાની 100 થી વધુ પોલ્ટ્રી ફાર્મની મુલાકાત લઇ ને તપાસ કરાઈ
વલસાડમાં બર્ડ ફલૂ ની દહેશત 4 કાગડાના મોતથી ફફડાટ
વલસાડ : જિલ્લાના કોસંબા સુગઢ ફળીયામાં 4 કાગડાના મૃત હાલતમાં મળી આવતા પાલિકા કાઉંસીલરએ જાણકારી આપતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પશુ ચિકિત્સા આધિકારી ને જાણ કરતા ટીમ સ્થળ ઉપર પહોંચી 4 મૃત કાગડા અને અન્ય 2 કાગડા ને કબ્જે લઇ વન ચેતના કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.
દેશમાં બર્ડ ફ્લ્યુ વચ્ચે વલસાડમાં વાયરલ થયેલા વીડિયોથી તંત્ર હરકતમાં આવ્યું
વલસાડમાં 5 થી વધુ કાગડાના રહસ્યમય ટપોટપ મોત થી તંત્ર દોડતું થયું વલસાડમાં તિથલ દરિયા કિનારે 1 સી બર્ડ ને બર્ડ ફ્લ્યુની હાલત માં મળ્યું હોવાની વાતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સરકારી તંત્ર બર્ડ ફ્લ્યુ ને લઇ હરકતમાં આવ્યું છે. જે બાદ 4 જેટલા કાગડાના મોત ને લઇ ને પશુ ચિકિત્સકની ટીમ અને વન વિભાગ ની ટીમે કાગડા ને કબ્જો લીધો હતો.
શું છે બર્ડ ફ્લ્યુની બીમારી ?
પશુ ચિકિત્સા વિભાગ અને વન વિભાગની ટીમ દોડતી થઇ બર્ડ ફ્લ્યુમાં દરેક પશુ પક્ષી ને નાકમાંથી પાણી પડે છે અને તેને તાવ આવ્યા બાદ તે તરફડીયા મારતા મોટ ને ભેટે છે. તેના સંપર્કમાં આવનાર અન્ય પક્ષી પણ ટપોટપ મોત ને ભેટતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લામાં હજુ સુધી એક પણ કિસ્સામાં બર્ડ ફ્લ્યુ સામે આવ્યો નથી.
તકેદારીના ભાગ રૂપે જિલ્લાની 100 થી વધુ પોલ્ટ્રી ફાર્મની મુલાકાત લઇ તપાસ કરાઈ
બર્ડ ફ્લ્યુ ની વાતો ને લઇ ને હરકતમાં આવેલ તંત્ર દ્વારા વલસાડ જિલ્લાની 100 થી વધુ પોલ્ટ્રી ફાર્મની મુલાકાત લઇ ને તપાસ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધીમાં એક પણ કિસ્સસમાં બર્ડ ફ્લ્યુ ના લક્ષણો સામે આવ્યા નથી.વલસાડ જિલ્લામાં 4 કાગડાના મોત બાદ હરકતમાં આવેલ પશુ ચિકિત્સા આધિકારી અને વન વિભાગ દ્વારા તમામ પ્રકારના પ્રયાસ કરી કાગડાના મોત અંગે ની તલસ્પર્શી તપાસ નો દોર શરૂ કર્યો છે. લોકો ને આપીલ કરી છે કે, તેઓ પેનિક ન થાય જિલ્લામાં બર્ડ ફ્લ્યુનો એક પણ કેસ હાલ નોંધાયા નથી.