સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં જુલાઈના અંતિમ દિવસે વધુ 20 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે, દમણમાં નવા 17 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેની સામે 30 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સંઘપ્રદેશમાં 30 દર્દીઓએ કોરોનાને માત આપી, 37 નવા કોરોના પોઝિટિવ કેસ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શુક્રવારે જુલાઈના અંતિમ દિવસે એટલે કે 31મી જુલાઈએ વધુ 20 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. દાદરા નગર હવેલીમાં આ સાથે કુલ 215 દર્દીઓ એક્ટિવ છે. જ્યારે 14 દર્દીઓ એ કોરોનાને માત આપ્યા બાદ કુલ 295 દર્દીઓએ કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી રજા મેળવી છે.
સંઘપ્રદેશમાં 30 દર્દીઓએ કોરોનાને માત આપી, 37 નવા કોરોના પોઝિટિવ કેસ આ તરફ દમણમાં પણ 31મી જુલાઈએ 17 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે 16 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. દમણમાં કુલ 553 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 386 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોલ્પિટલમાંથી મુક્તિ મળી ચુકી છે. જ્યારે હજુ પણ 165 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં હાલ કોરોના પોઝિટિવ સામે રિકવરી રેટ ઓછો જોવા મળી રહ્યો છે. પરંતુ મરનારની સંખ્યામાં ઘટાડો થયો છે, માત્ર 2 જ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હોય આરોગ્ય વિભાગની અને વહીવટીતંત્ર ની સતર્કતા સચોટ પુરવાર થઇ રહી છે.