ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં VIA વેક્સિનેશન કેમ્પમાં 2,774 લોકોએ વેક્સિનનો લાભ મેળવ્યો - રસીકરણ વાપી

કોરોનાએ જ્યારે પોતાના કાળનો પંજો ફેલાવ્યો છે. ત્યારે તેના રામબાણ ઈલાજ સમાન વેક્સિનેશન ડ્રાઈવને પણ સરકારે તેજ કરી છે. જેમાં અનેક સંસ્થાઓએ પણ જાગૃતતા દાખવી નાગરિકોને વેક્સિનના ડોઝ લેવડાવી કોરોના સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થઇ રહી છે. વાપીમાં પણ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 1 મહિનામાં વેક્સિનેશન કેમ્પ હેઠળ 3,000 નાગરિકોને નિઃશુલ્ક વેક્સિનના ડોઝ અપાવ્યા છે.

ઉદ્યોગોમાં કર્મચારીઓએ લીધા ડોઝ
ઉદ્યોગોમાં કર્મચારીઓએ લીધા ડોઝ

By

Published : May 1, 2021, 2:17 PM IST

  • VIA દ્વારા શરૂ કર્યો વેક્સિનેશન કેમ્પ
  • ઉદ્યોગોમાં કર્મચારીઓએ લીધા ડોઝ
  • 2,774 લોકોએ કેમ્પમાં લાભ લીધો

વલસાડ: વાપીમાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા વેક્સિનેશન કેમ્પનો લાભ મોટી સંખ્યામાં નાગરિકો લઈ રહ્યા છે. આવા કપરા સમયે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પણ એક મહિનાથી VIA ખાતે ખાસ વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ કરી 2,774 જેટલા લોકોને વેક્સિન ડોઝ અપાવી કોરોના મહામારીમાં મદદરૂપ થયા છે.

VIA દ્વારા શરૂ કર્યો વેક્સિનેશન કેમ્પ

વેક્સિનેશન કેમ્પમાં અંદાજિત 2,774 જેટલા લોકોએ વેક્સિનના ડોઝ લીધા

વાપીના VIA હોલ ખાતે 2 એપ્રિલથી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં જે લોકો અન્ય આરોગ્ય વિભાગના કેમ્પમાં જઇ નથી શકતા તેવા લોકો અહીં વેક્સિન ડોઝ લઈ શકે છે. કોરોના સામે રક્ષણ મેળવી શકે તે ઉદ્દેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વાપી VIAના સેક્રેટરી અને વાપી શહેર ભાજપના પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, 2 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં VIA હોલમાં ચાલી રહેલા વેક્સિનેશન કેમ્પમાં અંદાજિત 2,774 જેટલા લોકોએ વેક્સિનના ડોઝ લીધા છે.

VIA દ્વારા શરૂ કર્યો વેક્સિનેશન કેમ્પ

આ પણ વાંચો: જામનગરમાં વેક્સિનેશન કાર્યક્રમનો 1મે થી શુભારંભ

વેક્સિન લેવા આવનારા લોકો માટે નાસ્તાની વ્યવસ્થા

આ ઉપરાંત કોરોના સામે જનજાગૃતિ આવે તેમજ લોકો વેક્સિનના ડોઝ લેવા આગળ આવે તે માટે કેમ્પની માહિતી સાથેની વિગતોનો સોશિયલ મીડિયાના માધ્યમથી સતત પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહી છે. VIAના કેમ્પ પર આરોગ્યની ટીમ દરરોજ 100થી 150 લોકોને વેક્સિન આપી રહી છે. વેક્સિન લેવા આવનારા દરેક વ્યક્તિ માટે ખાસ બેઠક વ્યવસ્થા ઉપરાંત ચા-બિસ્કિટનો હળવો નાસ્તો અપાય છે. આ સુવિધાનો લાભ મોટી સંખ્યામાં વાપીવાસીઓ લઈ રહ્યા છે.

આ પણ વાંચો: રાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા

દરેક કોરોના સામે રક્ષણ મેળવે તે ઉદ્દેશ્ય

સતીશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વાપી ઔદ્યોગિક વિસ્તારમાં પણ અનેક એકમોમાં કામ કરતા કર્મચારીઓ માટે જે તે એકમમાં પણ વેક્સિનેશન કેમ્પનું આયોજન સમયાંતરે કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના એકમોમાં કામ કરતા કર્મચારીઓએ પણ વેક્સિનના ડોઝ લીધા છે. વેક્સિન માટે કર્મચારીઓમાં પણ અદમ્ય ઉત્સાહ છે. તમામ લોકોને વેક્સિનના ડોઝ સમયસર મળી જાય તે માટે સરકાર, આરોગ્ય વિભાગ અને અન્ય સ્વયંસેવી સંસ્થાઓની જેમ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પણ એ જ ઉદે્શ્યથી આ કેમ્પ ચલાવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details