- વલસાડ જિલ્લામાં 26 બાળકોને મળ્યો આધાર
- કોરોનામાં માતા-પિતાના મોત બાદ સરકારની સહાય
- દર મહિને ખાતામાં આવશે 4,000 રૂપિયા
વાપી: વલસાડ (Valsad) જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા રાજ્ય સરકારની જાહેરાત બાદ 26 બાળકોને આર્થિક મદદનો લાભ અપાવ્યો છે. આ એવા બાળકો છે જેમણે કોરોના (corona) કાળમાં પોતાના માતા-પિતા બંનેનું છત્ર ગુમાવ્યું છે.
બાળકોને દર મહિને 4,000 રૂપિયાની સહાય કરવામાં આવશે
ગુજરાત રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM vijay rupani)એ હાલમાં જ મહત્વની જાહેરાત કરી છે કે, માર્ચ 2020થી જે પણ બાળકના માતા-પિતા બંને કોરોનામાં મૃત્યુ પામ્યા હશે તેવા બાળકોને દર મહિને 4000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ અંગે વલસાડ જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલ સોલંકીએ વિગતો આપી હતી કે, તેમની કમીટીના સભ્યો અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા 15 દિવસમાં જ આ કામગીરી પૂર્ણ કરી કુલ 26 એવા બાળકોને લાભ અપાવ્યો છે. જેમના માતા-પિતા આ કોરોના કાળમાં મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો:વડોદરાના 32 બાળકોને CM Bal Seva Yojnaમાં માસિક રૂ.4000ની સહાય, કોરોના મહામારીમાં ગુમાવી છત્રછાયા