- નદીમાં ડૂબેલા બન્ને યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા
- સોમવારે સ્નાન કરવા ગયા હતા, જે દરમિયાન ડૂબી ગયા હતા
- 24 કલાક બાદ બન્ને મિત્રોના મૃતદેહ શોધી કાઢ્યા
વલસાડ : વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીમાં ડૂબી ગયેલા 2 યુવાનોના મૃતદેહને મંગળવારે બહાર કાઢવામાં આવ્યા હતા. બન્ને યુવાનોના મૃત્યુ બાદ તેમના પરિવારમાં શોકની કાલીમાં છવાઈ હતી. મૃતકો ધુળેટીના પર્વે દમણગંગા નદીમાં સ્નાન પડ્યા હતાં. જેમાં 2 યુવાનોને તરતા નહીં આવડતા ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
આ પણ વાંચો -બનાસકાંઠાઃ પીકનીક માટે આવેલા પાલનપુરના 2 પિતરાઈ ભાઈઓના ચેક ડેમમાં ડૂબી જવાથી મોત
મોટા ભાઈ શ્રવણ સાથે દમણગંગા નદીમાં સ્નાન ગયા હતા
સમગ્ર ઘટના અંગે ડુંગરા પોલીસમાંથી મળેલી વિગતો મુજબ ડુંગરાના એવન્યુ બિલ્ડિંગમાં રહેતા સૂરજ અને દિલીપ તેમના અન્ય મિત્રો, મોટા ભાઈ શ્રવણ સાથે દમણગંગા નદીમાં સ્નાન ગયા હતા. ધૂળેટીનું પર્વ હોય રજાનો દિવસ હતો. એટલે તમામ મિત્રો નદીમાં સ્નાન કરવા ગયા હતા. જેમાં 2 મિત્રોને તરતા આવડતું હોય બાકીના મિત્રો નદીના ઊંડા પાણીમાં તણાયા હતા. જેમની બૂમો સાંભળી સ્થાનિક લોકોએ યુવકોને બચાવી લેવા પ્રયાસ હાથ ધર્યા હતા.
આ પણ વાંચો -કડીની કેનાલમાં સ્નાન કરતા 4 યુવકો ડૂબ્યા, 1નું મોત, 3નો બચાવ