- વલસાડ જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયતોમાં કોરોનાની રસી આપવાની શરૂઆત
- 60 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોનાની રસી મુકાવાની કામગીરી શરૂ કરાઈ
- જિલ્લામાં શનિવાર અને રવિવારના રોજ 19,050 લોકોએ કોરોનાની રસી લીધી
વલસાડઃ જિલ્લામાં ધીરેધીરે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એક તરફ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાની રસીકરણનું અભિયાન પણ જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. શનિ-રવિની રજાઓમાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 365 જેટલા બૂથ ઉપરથી કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં રવિવારના દિવસે 8614 જેટલા લોકોએ કોરોનાની રસી લીધી છે.
સૌથી ઓછું રસીકરણ ધરમપુર તાલુકામાં નોંધાયું
વલસાડ જિલ્લામાં કોરોનાનું રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે ધરમપુર તાલુકામાં લોકોમાં વેક્સિન અંગે જાગૃતતા ઓછી હોવાને લઈને અંતરિયાળ વિસ્તારના લોકો રસી મુકાવવા માટે આગળ નથી આવી રહ્યા જેથી ડોક્ટરોએ તેમને સમજાવવાની ફરજ પડી રહી છે, ત્યારે આજે રવિવારના રોજ ધરમપુર ખાતે માત્ર 613 જેટલા લોકોએ કોરોનાની રસી લીધી છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં એક સાથે 555 વડીલોનું કરાયું વેક્સિનેશન