- વલસાડ પોલીસને વાહન ચેકિંગમાં મળી સફળતા
- બાઈક ચાલકની તપાસ કરતા તેની પાસે એમ ડી ડ્રગ્સ મળ્યું
- પોલીસે તપાસ માટે ફોરેન્સિક ટીમની મદદ લેવાઈ
વલસાડ: પોલીસે તહેવારોને લઇને અનેક સ્થળ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન વલસાડ વાઘલધરા નજીક હાઇવે ઉપર સુરતથી આવતા બાઈક સવારને રોકતા બાઈક ચાલકની તપાસ દરમિયાન માદક દ્રવ્ય મેથા એમ્ફેટા માઈન (એમ ડી) મળી આવ્યું હતું. સુરત તરફથી આવતી એક પલ્સર બાઈક ઉપર સવાર મોહમ્મદ આરબાઝ ફિરોઝ અહેમદ અને અનામત મુંબઈ તરફ આવી રહ્યા હતા. જેમને તપાસ અર્થે પોલીસે અટકાવતા બાઈકમાં પાછળ સવાર અનામત ફરાર થયો હતો. જેથી પોલીસની શંકા વધુ પ્રબળ બની હતી
પોલીસે બાઈક રોકડ અને ડ્રગ્સ મળી 1,69,000નો મુદ્દામાલ કબજે લીધો
પોલીસે બાઈક સવારને અટકાવી તેની પાસે થી 14.11 કિલો ગ્રામ જેટલો માદક પદાર્થ એમ ડી સાથે 80,000 રોકડા પણ મળી આવ્યા હતા. પોલીસ સતર્ક બની અને એમ્ફેટા માઈનની તપાસ માટે ફોરેન્સિક ટીમને બોલાવી તપાસ કરતા એમ ડી ડ્રગ્સ હોવાની ખરાઈ થઈ હતી. પોલીસે પકડાયેલા યુવક પાસેથી રોકડ રૂપિયા 80,000 એમ ડી ડ્રગ્સ 14.13 ગ્રામ મળી કુલ મુદ્દામાલ 1,69,000 કબજે લીધો હતો. જ્યારે ફરાર આરોપી અનામત સામે પણ વોન્ટેડ જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.