ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડતા 10 શકુની ઝડપાયા - LED LIGHT

વલસાડ: શહેરના ચીપવાડ નજીક રેલવે ગરનાળા પાસે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ટીમે રેડ પાડતા રાત્રી દરમ્યાન બેટરીની લાઈટમાં તિનપત્તીનો જુગાર રમતા 10 લોકોની ધરપકડ સહીત 12 મોબાઈલ મળી કુલ 60,810 રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબ્જે કર્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 3, 2019, 10:03 AM IST

વલસાડ શહેરના છીપવાડ ગરનાળા નજીકમાં આવેલ જાહેર શૌચાલયની પાછળ રેલવે ટ્રેક નજીક ખુલ્લી જગ્યામાં LEDલાઈટ અને બેટરીના પ્રકાશમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને થતા પોલીસે રાત્રે અચાનક રેડ પાડીસ્થળ પરથી 10 લોકોને ઝડપી પાડ્યાહતા. જેમાં મુખ્ય સૂત્રધાર ઉમેશ બાબુ પટેલ ,બાબુ બજરંગી, હિતેશ પટેલ, આ જુગારધામ ચલાવતા હતા.

પોલીસે ઝડપેલાઓમાં ઉમેશ બાબુ પટેલ, ઈશ્વર પરસોત્તમ રાઠોડ, અમર હરીશભાઈ પટેલ, જાવેદ ઇસ્માઇલ માસ્ટર, આરીફ ખાન જબ્બાર ખાન, જુબેર ઇસ્માઇલ આભૂરા, સંજય રામકિશોર સિંગ રાજપૂત, મયંક ધર્મેશ પટેલ, કારણરામ ભગવાનદાસ રાજપૂત, વિક્રમ નરેન્દ્ર ભાનુશાલીની ધરપકડ બાદતપાસ દરમિયાન તેમની પાસેથી કુલ 12 જેટલા મોબાઈલ અંદાજિત રૂપિયા 25000ના તેમજ જુગારના35,210 LEDલાઈટ સહિત કુલ 60,810નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

નોંધનીય છે કે અચાનક પોલીસની રેડ થતા કેટલાક લોકો પૈસા ગટરમાં ફેંકીભાગી જવામાં સફળ રહ્યા હતા જ્યારે કેટલાક નાશવાજતા ગટરમાંપડતા ઈજાઓ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details